
સુરત, 28 એપ્રિલ (હિ.સ.): સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં BJPનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. કુલ 56 બેઠકોમાંથી 55 બેઠકો પર ભાજપે જીત નોંધાવી છે, જ્યારે Indian National Congressને માત્ર એક બેઠક મળી છે. શહેરના 30 વોર્ડમાંથી અત્યાર સુધી 14 વોર્ડના પરિણામો જાહેર થયા છે અને તેમાં મોટા ભાગે ભાજપ આગળ રહ્યું છે.
વોર્ડ મુજબ જોવામાં આવે તો વોર્ડ નં. 12માં ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા બન્યા છે, જ્યારે બાકીના વોર્ડ જેમ કે 24, 21, 1, 4, 15, 19, 14, 10, 3, 2, 16, 26 અને 18માં ભાજપે એકતરફી જીત મેળવી છે. હાલના ટ્રેન્ડ મુજબ સુરત શહેરમાં ભાજપનું દબદબું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે