ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 15માંથી 12 મનપા પર ભાજપનો ભગવો લહેરાયો
- શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો અને વધુ મજબૂત બન્યો - સુરત મનપામાં ભાજપની બમ્પર જીત, આપ 27 થી 4 પર આવી ગઈ - અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 192 માંથી 146 માં ભાજપ આગળ અમદાવાદ,28 એપ્રિલ (હિ.સ.) આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SI
BJP's saffron flag waved at 12 out of 15 municipal corporations in Gujarat by 2 pm


- શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો અને વધુ મજબૂત બન્યો

- સુરત મનપામાં ભાજપની બમ્પર જીત, આપ 27 થી 4 પર આવી ગઈ

- અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 192 માંથી 146 માં ભાજપ આગળ

અમદાવાદ,28 એપ્રિલ (હિ.સ.) આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIR (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું છે.

સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. આગામી પાંચ વર્ષ માટે પણ સુરતીઓએ ભાજપને સત્તા સોંપી છે. મનપાની 120 બેઠકમાંથી ભાજપે 115 બેઠક કબજે કરી છે. જ્યારે 2021માં સુરતમાં 27 બેઠક જીતનાર આપ 4 બેઠક પર જ સમેટાઈ ગઈ છે. તો 2021માં 0 પર રહેલી કોંગ્રેસ આ વખતે નામ માત્રની એક બેઠક જીતી છે.

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. શહેરી વિસ્તારની તમામ 15 મનપા પર ભાજપનું કમળ ખીલ્યું છે. 15 મનપામાં વિપક્ષે નામ માત્રની બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પહેલા રસ્તા પર ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો જે પરિણામ પરથી લાગે છે કે EVM સુધી નથી પહોંચ્યો.

15 મહાનગરપાલિકામાંથી અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ 6 જૂની મહાનગરપાલિકા છે. જ્યારે મહેસાણા, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, નડિયાદ, વાપી, નવસારી, પોરબંદર અને ગાંધીધામ એમ 9 નવી મહાનગરપાલિકા છે. જ્યાં પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande