રાજકોટમાં જંગલેશ્વરમાં 'બુલડોઝર એક્શન' ભાજપને નડ્યું, વોર્ડ 16માં કોંગ્રેસની જીત
રાજકોટ,28 એપ્રિલ (હિ.સ.) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં થયેલ વ્યાપક ડિમોલિશનનો મુદ્દો કોંગ્રેસના પક
રાજકોટમાં જંગલેશ્વરમાં 'બુલડોઝર એક્શન' ભાજપને નડ્યું, વોર્ડ 16માં કોંગ્રેસની જીત


રાજકોટ,28 એપ્રિલ (હિ.સ.) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં થયેલ વ્યાપક ડિમોલિશનનો મુદ્દો કોંગ્રેસના પક્ષમાં ફળીભૂત થતો જણાઈ રહ્યો છે. વોર્ડ નંબર 16ના કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે.

અહીં કોંગ્રેસના અર્જુન ચૌહાણ, ઇબ્રાહિમ સોરા, દિપ્તીબેન સોલંકી, રસીલાબેન ગરૈયાની ભવ્ય જીત થઈ છે.

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરીમાં રસપ્રદ સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે રાજકોટમાં કોંગ્રેસ અને ભાજપ એક-એક વોર્ડમાં આગળ દેખાઈ રહ્યા છે.

વોર્ડ નંબર 16માં મતગણતરી શરૂ થતાં જ કોંગ્રેસે સ્પીડ પકડી હતી, જ્યારે વોર્ડ નંબર 7માં બેલેટ પેપરની ગણતરીની શરૂઆતમાં ભાજપ આગળ છે અને ડો. નેહલ શુકલની પેનલ સ્પષ્ટ લીડમાં જોવા મળી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી, જેમાં કુલ 18 વોર્ડની 72 બેઠકો પર સરેરાશ 51.1% મતદાન થયું હતું. આજે 28 એપ્રિલે ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને શહેરમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande