સુરતના વોર્ડ 16 અને 19ના પરિણામોને લઈને કોંગ્રેસ તરફથી પોલીસ પર આક્ષેપ
સુરત, 28 એપ્રિલ (હિ.સ.) સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19માં ભાજપની પેનલને જીત મળ્યા બાદ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે ફક્ત ભાજપ સામે જ નહીં, પરંતુ પોલીસના દખલ સામે પણ કોંગ્રેસના ઉમેદવારોને લડવું પડ્યું હત
સુરતના વોર્ડ 16 અને 19ના પરિણામોને લઈને કોંગ્રેસ તરફથી પોલીસ પર આક્ષેપ


સુરત, 28 એપ્રિલ (હિ.સ.) સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19માં ભાજપની પેનલને જીત મળ્યા બાદ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે ફક્ત ભાજપ સામે જ નહીં, પરંતુ પોલીસના દખલ સામે પણ કોંગ્રેસના ઉમેદવારોને લડવું પડ્યું હતું. તેમના કહેવા મુજબ, ચૂંટણી દરમિયાન પોલીસએ ભાજપને અનુકૂળ રીતે કામ કર્યું, જેના પરિણામો આજે સામે આવ્યા છે.

તેમણે આગળ કહ્યું કે આ પરિણામને લોકોનો ચુકાદો માનવો કે પછી પોલીસના પ્રભાવનું પરિણામ, તે વિચારવાનો વિષય છે. તેમ છતાં, તેમણે જીતેલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી અને આશા વ્યક્ત કરી કે તેઓ જાતિ-ધર્મના ભેદભાવ વિના સર્વધર્મ સમભાવ સાથે નાગરિકોની મૂળભૂત સુવિધાઓ અને વિકાસના કામોને પ્રાથમિકતા આપશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande