

પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની કામગીરીનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે.
પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા વોર્ડની પેટા ચૂંટણી ની મતગણતરી આજે તા. 28 એપ્રિલના રોજ છે.
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી.ધાનાણીના માર્ગદર્શનમાં અને અધિક કલેકટર રેખાબા સરવૈયા ના સંકલનમાં તેમજ વિવિધ પ્રાંત અધિકારીઓ અને આર.ઓ. અને ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓની ટીમો દ્વારા નિમાનુસાર દરેક મત ગણતરી સેન્ટરમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજની મતગણતરી ને લઈ ને વિવિધ રાજકીય પક્ષ ના ઉમેદવારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં મતગણતરી સેન્ટર ખાતે ઉમટી પડ્યા છે. પોલીસ દ્વારા જરૂરી ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya