અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર કાર્યકરોના ટોળે-ટોળાં,બહેરામપુરામાં કોંગ્રેસની પેનલ આગળ
- જોધપુર,ઇસનપુર,થલતેજ વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા - મનપામાં 64 સીટો પર ભાજપ આગળ અમદાવાદ,28 એપ્રિલ (હિ.સ.) .) અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલ મતદાનની ગણતરી આજે ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરાઇ છે.અમદાવાદ-
અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર કાર્યકરોના ટોળે-ટોળાં


- જોધપુર,ઇસનપુર,થલતેજ વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા

- મનપામાં 64 સીટો પર ભાજપ આગળ

અમદાવાદ,28 એપ્રિલ (હિ.સ.) .) અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલ મતદાનની ગણતરી આજે ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરાઇ છે.અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષ અને સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 30 વર્ષથી એકહથ્થુ શાસન કરતી ભાજપનો દબદબો યથાવત રહે છે કે, આપ-કોંગ્રેસ ગાબડું પાડવામાં સફળ રહે છે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. 6 જૂની મહાનગરપાલિકા સિવાય જે નવી 9 મહાનગરપાલિકા બની છે તેના પરિણામ પણ મહત્વના બની રહેવાના છે.

મતગણતરી પહેલા ગુજરાત કોલેજ મતગણતરી કેન્દ્ર ખાતે વિવાદ થયો હતો. ભાજપ જોધપુર વોર્ડના કાર્યકર્તાઓએ મંજૂર હોય તેવી વસ્તુ ન લાવવા દેવાનો આરોપ મૂક્યો છે. કાર્યકર્તાઓએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ આપ કાર્યકર્તા ખેસ પહેરીને આવે છે તો તેને કોઈ રોકતું નથી, તેવો આક્ષેપ કર્યો છે. ભાજપના ઉમેદવાર હારી જશે એવી વાતો કરી અસભ્ય વર્તન કર્યાનો આરોપ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં જોધપુર,ઇસનપુર,થલતેજ વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા થાય છે. 64 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જ્યારે 10 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં પુરુષ અને સ્ત્રી મતદાનની તુલનામાં પણ રસપ્રદ બાબત એ છે કે ઘણા વોર્ડમાં સ્ત્રી મતદારોની ભાગીદારી નોંધપાત્ર રહી છે, ખાસ કરીને ગોમતીપુર, બહેરામપુરા અને દરિયાપુર જેવા વિસ્તારોમાં મહિલાઓએ સક્રિય રીતે મતદાન કર્યું છે.

કુલ મતદાન સંખ્યાની દ્રષ્ટિએ જોવામાં આવે તો મક્તમપુરા (63,104 મત) અને વટવા (63,030 મત) જેવા વોર્ડમાં સૌથી વધુ મતદાન થયું છે, જે દર્શાવે છે કે મોટા મતદારવાળા વિસ્તારોમાં સક્રિય ભાગીદારી નોંધાઈ છે. જ્યારે નવરંગપુરા (28,311 મત) અને વેજલપુર (30,439 મત) જેવા વિસ્તારોમાં ઓછું મતદાન થયું છે.

રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકોની મતગણતરીનો પ્રારંભ થયા બાદ એક બાદ એક વોર્ડના પરિણામ જાહેર થવા લાગ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં ફેંસલો થશે.

આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાએ હારનો સામનો કરવો પડ્યો છે.

15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ થયો છે.

ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપના ગઢ સમાન રહ્યા છે. અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી અને સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. અનેક રાજકીય ઉતાર ચડાવ વચ્ચે પણ શહેરી વિસ્તારોમાં ભાજપે પકડ બનાવી રાખવામાં સફળ રહ્યો છે.

2025માં જે નવી 9

પાટીદાર ગઢમાં ભાજપનો ભગવો, ‘આપ’ના મેયર પદના દાવેદાર મનોજ સોરઠીયાની હાર

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 4 માં જોવા મળ્યો છે. પાટીદાર બહુલ વિસ્તાર અને આમ આદમી પાર્ટીનો મજબૂત ગઢ ગણાતા આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને વિરોધ પક્ષના સૂપડા સાફ કરી દીધા છે. આ બેઠક પર સૌથી વધુ નજર આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે જો સુરતમાં તેમનું શાસન આવશે, તો મનોજ સોરઠીયા તેમના મેયર પદના ઉમેદવાર હશે. જોકે, ભાજપના મજબૂત રણનીતિ સામે મનોજ સોરઠીયા પોતાની બેઠક બચાવવામાં નિષ્ફળ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande