
દાહોદ,28 એપ્રિલ (હિ.સ.) દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આખરે સંજેલી તાલુકા પંચાયતની ચૂંટણી આખરે લોહિયાળ બની. માંડલી બેઠક પર ,ડો.ચિરાયુ. અમરસિંહ બામણીયા,હરિશ્ચંદ્ર ગોરધનરીસરતા અને ધવલ પ્રભાત બામણીયા મળતા હારેલા અપક્ષ ઉમેદવારને પોતાની હાર સહન ન થતા માંડલી ગામના અમરસિંહ બામણીયાના પરિવારના 5 સભ્યો ચૂંટણી જીતીયા બાદ ડીજે સાથે ઘરે જતા હતા ત્યારે વિરોધ પાર્ટીના પક્ષઉમેદવારોએ પીછોડા લીમડાક્રોસિંગ પાસે મારક હથિયાર લાકડીઓ .ધારિયા થી હુમલો કર્યો હતો બપોર 2વાગ્યા ના સમયે પુરી યોજના બનાવીને આ હુમલો કરવામાં આવ્યો.
આ બનાવના પગલે ઝાલોદ ડીવાયએસપી.ડી.આર.પટેલ તેમજ સંજેલી સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યોહતો હાલમાં 4 જેટલા ઘયલ; ઈસમોને સંજેલી ના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી છે. સંજેલી તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાંય તાલુકા પંચાયત ચૂંટણી આખરે લોહિયાળ બની છે.
સંજેલી તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાંય તાલુકા પંચાયતની ચૂંટણી આખરે લોહિયાળ બનીછે આ બનાવને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડના માર્ગદશર્ન મુજબ આ હુમલા ખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સંજેલી પોલીસ સ્ટેશન માં કાર્યવાહી શરૂ કરીછે .કુલ 5 વ્યક્તિ પર વિરોધ પાર્ટીના હારેલા ઉમેદવાર ના 6 લોકો એ
હિચકારો હુમલો કર્યો છે જેમાં રાવત પવન હુરજીભાઈ,અમરસિંહ બામણીયા,.ડામોર ધર્મેશ લક્ષમણભાઈઅને બામણીયા નરેદ્ર ગલાભાઇ સુવર રવિભાઈ .ને હાલમાં સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે .
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ