
દાહોદ, 28 એપ્રિલ (હિ.સ.) દાહોદ જિલ્લા સામાન્ય ચૂંટણી ના પરિણામો જાહેર થતા આજે દાહોદ નગર પાલિકામાં ભાજપનો ભગવો લેહરાયો છે.
દાહોદ નગર પાલિકાની ચૂંટણી ની મતગણતરી આજે સવારે દાહોદ આર્ટસ એન્ડ કોમેરેસ કોલેજ ખાતે શરુ થઇ હતી જ્યાં નવ વોર્ડ માટે ની ગણતરી થઇ હતી જેમાં દાહોદ નગર પાલિકાના કુલ નવ વોર્ડ ના પરિણામો આવતા આજે ભાજપ એ કુલ 20 બેઠકૉ ઉપર વિજય મેળવ્યો હતો જયારે કોંગ્રેસ સે 14 બેઠકો મેળવી હતી જયારે અપક્ષ 2 ઉમેદવાર જીત્યા હતા અને દાહોદ નગર પાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું હતું ભાજપની નવી ટીમ માટે આ જીત અને ટૂકાગાળાની જીત લોકમતે સારી કહેવાય અને લોકોને હવે આ ટીમ ઉપર ખુબ આશાઓ છે કે તેઓ લોક હિતના કામો કરશે અને લોકોની સમસ્યાઓ ના નિરાકરણ લાવશે દાહોદ ભાજપ ને વોર્ડ નં 7 અને વોર્ડ નં 1 મા અપસેટ સર્જાતા 20 સીટો ઉપર સંતોષ માનવો પસ્યો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah