અનિલ અંબાણી જૂથની 3,034 કરોડની સંપત્તિ જપ્ત
નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, રિલાયન્સ અનિલ અંબાણી જૂથ (આરએએજી) ની કંપનીઓ વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ હેઠળ 3,034.90 કરોડ રૂપિયાની નવી મિલકતો જપ્ત કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મંગળવારે જારી કરેલા એક નિ
ઈડી કાર્યવાહી


નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, રિલાયન્સ અનિલ અંબાણી જૂથ (આરએએજી) ની કંપનીઓ વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ હેઠળ 3,034.90 કરોડ રૂપિયાની નવી મિલકતો જપ્ત કરી છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈડી એ મેસર્સ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ બેંક છેતરપિંડી કેસમાં પીએમએલએ, 2002 હેઠળ 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલી મિલકતોમાં મુંબઈનો એક ફ્લેટ, ખંડાલાનો એક ફાર્મહાઉસ, સાણંદની જમીન અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 7.71 કરોડ શેરનો સમાવેશ થાય છે. આ રીતે રિલાયન્સ અનિલ અંબાણી જૂથ સાથે જોડાયેલા કેસોમાં અત્યાર સુધીમાં 19,344 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

ઈડી એ જણાવ્યું કે, જપ્ત કરાયેલી મિલકતો રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (આર-ઇન્ફ્રા) ની છે. જેમાં મુંબઈમાં એક ફ્લેટ, ખંડાલા (મહારાષ્ટ્રનું એક હિલ સ્ટેશન) માં એક ફાર્મહાઉસ, સાણંદ (અમદાવાદ) માં કેટલાક પ્લોટ અને આર-ઇન્ફ્રા ના 7.71 કરોડ શેર સામેલ છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ માહિતી આપી હતી કે, આ મિલકતો જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કામચલાઉ જપ્તીનો આદેશ જાહેર કર્યો છે. ઈડી એ જણાવ્યું કે, રિલાયન્સ અનિલ અંબાણી જૂથ વિરુદ્ધના કેસોમાં જપ્ત કરવામાં આવેલી મિલકતોની કુલ રકમ હવે 19,344 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જૂથ સામે બેંક છેતરપિંડી અને ભંડોળનો નિર્ધારિત હેતુ સિવાય અન્ય ઉપયોગ કરવાના આરોપોની ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande