સુરતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જંગ,ઉગ્ર સૂત્રોચ્ચાર બાદ બને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
સુરત/અમદાવાદ,28 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ વખતે સુરત મનપામાં આમ આદમી પાર્ટીનું ખરાબ પ
સુરતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જંગ,ઉગ્ર સૂત્રોચ્ચાર બાદ બને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી


સુરત/અમદાવાદ,28 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ વખતે સુરત મનપામાં આમ આદમી પાર્ટીનું ખરાબ પ્રદર્શન દેખાઈ રહ્યુ છે. ગત વર્ષે 27 બેઠક મેળવનાર AAPનું હજુ ખાતું ખુલ્યું નથી. 1 વાગ્યા સુધીના પરિણામમાં ભાજપ 43 અને કોંગ્રેસ 1 પર આગળ છે

સુરતના વોર્ડ નંબર 18ની મત ગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પૂર્ણ થતા જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત વિજેતા જાહેર થતાની સાથે જ કેન્દ્રની બહાર ગરમાવો વધી ગયો હતો. વિજયના ઉત્સાહમાં રહેલા ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના ઉમેદવાર દરજાવત ખેમજીના સમર્થકો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા હતા, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગયા હતા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મામલો એટલો બિચક્યો હતો કે એકબીજાના વાળ ખેંચીને માર મારવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓએ હુમલો કરી તેમને વાળ પકડીને બેરહેમીથી માર્યા છે, જેના કારણે મતગણતરી કેન્દ્રની બહાર પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ભારે અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી.

કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેથી સુરત મનપાના આપના પરાજીત ઉમેદવાર પાયલ સાકરીયાને પાછળના રસ્તેથી લઈ જવાયા હતા.

પાટીદાર નેતા તરીકે ઉભરેલા અલ્પેશ કથીરિયાની પત્નીનો સુરત વોર્ડ નંબર 3માં વિજય થયો સુરત વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાની જીત થઈ છે. આ ઉપરાંત સુરતના માંડવી નગર પાલિકામાં ભાજપે કબ્જો કર્યો છે. માંડવી પાલિકાની મતગણતરીમાં ભાજપની જીત થઈ છે. 24 બેઠકો માંથી 22 બેઠક સાથે ભાજપ આગળ છે. જયારે 02 બેઠક પર કોંગ્રેસ આગળ છે.

માંડવીમાં આપ અને કોંગ્રેસનાં સૂપડા સાફ થયા છે

સુરત જિલ્લાની કડોદરા નગર પાલિકા વોર્ડ નંબર 6 માં અપક્ષ ઉમેદવાર ભોળા ભરવાડ ની જીત. ભાજપ પક્ષે ટિકિટ ન આપતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતીઅપક્ષ ઉમેદવારી કરતા ચૂંટણી પહેલા ભાજપ પક્ષમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande