
ગીર સોમનાથ 28 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા વિસ્તારોમાં મતદાન ગણતરી પ્રક્રિયા માટે મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા અને તાલુકા પંચાયતની મુખ્ય વિગતો
જિલ્લા પંચાયત બેઠકો: ૨૮
તાલુકા પંચાયત બેઠકો: ૧૨૮
મતદાન ગણતરી મથકો: ૮૧૫
પોલિંગ સ્ટાફ: ૪૪૮૫
ચૂંટણી અધિકારીઓ: ૧૮
મદદનીશ ચૂંટણી અધિકારીઓ: ૨૪
ઝોનલ ઓફિસર: ૯૪
મદદનીશ ઝોનલ ઓફિસર: ૯૪
માસ્ટર ટ્રેનર: ૭૬
મુખ્ય કેન્દ્રો (EVM સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી)
વેરાવળ: યોગ ભવન, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
તાલાલા: શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ
સુત્રાપાડા: વિવેકાનંદ વિનય મંદિર
કોડીનાર: ગર્લ્સ હાઈસ્કૂલ,દેવળી રોડ.
ઉના: શાહ H.D. હાઈસ્કૂલ
ગીરગઢડા: સરસ્વતી વિદ્યાલય કોલેજ
નગરપાલિકા ચૂંટણીની મુખ્ય વિગતો
કુલ વોર્ડ: ૩૨
મતદાન ગણતરી મથકો: ૧૯૫
પોલિંગ સ્ટાફ: ૧૦૩૩
ચૂંટણી અધિકારીઓ: ૪
મદદનીશ ચૂંટણી અધિકારીઓ: ૪
ઝોનલ ઓફિસર: ૨૨
મદદનીશ ઝોનલ ઓફિસર: ૨૨
માસ્ટર ટ્રેનર: ૨૬
નગરપાલિકા મુજબ મુખ્ય કેન્દ્રો
વેરાવળ-પાટણ: ચોકસી એન્ડ ચોકસી કોલેજ
તાલાલા: વલ્લભાચાર્ય કન્યા વિદ્યાલય
સુત્રાપાડા: બીઆરસી ભવન, બંદર વિસ્તાર
ઉના: યોગ કેન્દ્ર (બ્લડ બેંક પાસે)
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ