સુત્રાપાડા તાલુકાની જિલ્લા પંચાયત બેઠકોના પરિણામ જાહેર: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ ટક્કર
સોમનાથ,28 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સુત્રાપાડા તાલુકાની વિવિધ જિલ્લા પંચાયત બેઠકોના પરિણામો જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર:
સુત્રાપાડા તાલુકાની જિલ્લા પંચાયત બેઠકોના પરિણામ જાહેર: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ ટક્કર


સોમનાથ,28 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સુત્રાપાડા તાલુકાની વિવિધ જિલ્લા પંચાયત બેઠકોના પરિણામો જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી.

મળતી માહિતી અનુસાર:

ધામળેજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ પાર્ટીના ઉમેદવાર લીલીબેન નારણભાઈ બાંભણીયાએ વિજય મેળવી ભાજપને મજબૂતી આપી છે.

કડવાર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ પાર્ટીના ઉમેદવાર મસરી પુંજાભાઈ રાઠોડ વિજેતા બન્યા છે.

પ્રાંચલી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પ્રિયંકા ભગીરથસિંહ ઝાલાએ જીત મેળવી કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

લોઢવા જિલ્લા પંચાયત બેઠક પર ભોળા પારસ જાદવભાઈએ વિજય પ્રાપ્ત કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande