
ગીર સોમનાથ 28 એપ્રિલ (હિ.સ.)
વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે મતગણતરી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
મતગણતરી કેન્દ્ર પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે નિરીક્ષકોની હાજરીમાં મતગણતરી કરવામાં આવી રહી છે.
મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિણામો તબક્કાવાર જાહેર કરવામાં આવશે.
મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તમામ સંબંધિત વિભાગો દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ