
અમદાવાદ,28 એપ્રિલ (હિ.સ.) ગુજરાત હાઈકોર્ટે સુરતના ડીસીપી અને પીઆઇએ સુરતના કુખ્યાત આરોપી મનીષ કુકરી અને તેના સાગરીતોને પોલીસ કસ્ટડી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમ હાલ એસઓજી ડીસીપીઅને વરાછાના પૂર્વ પીઆઈ આર.બી.ગોજીયા સહિતના સ્ટાફે તેને માર માર્યો છે.
હાઈકોર્ટે સુરતના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઇ આર.બી. ગોજીયાવિરુદ્ધ નીચલી અદાલતે કાઢેલ સમન્સ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. BNSSની જોગવાઈઓનો હવાલો આપતા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ સરકારી અધિકારી વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરતા પહેલા તેમના ઉપરી અધિકારીનો રિપોર્ટ મેળવવો અને અધિકારીને સાંભળવા જોઈએ.
આ ઘટનાની વિગતો મુજબ સુરતના કુખ્યાત આરોપી મનીષ કુકરી અને તેના સાગરીતોની હત્યાની કોશિશના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.
આ દરમિયાન મનીષ કુકરીએ સુરતની કોર્ટમાં એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસ કસ્ટડી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમ હાલ એસઓજી ડીસીપીઅને વરાછાના પૂર્વ પીઆઈ આર.બી.ગોજીયા સહિતના સ્ટાફે તેને માર માર્યો છે. આ આક્ષેપોને ગંભીરતાથી લઈને સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે 13 જૂન, 2025 ના રોજ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115 અને 54 મુજબ ગુનો નોંધી સમન્સ જારી કર્યા હતા.
સુરત કોર્ટના આ આદેશને પડકારતા ડીસીપી અને પીઆઇ દ્વારા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. અરજદારો તરફથી એડવોકેટ દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે, નીચલી અદાલતે નવા અમલી બનેલા કાયદા BNSSની કલમનું અનુસરણ કર્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ જાહેર સેવક પોતાની સત્તાવાર ફરજ બજાવતો હોય, ત્યારે તેની વિરુદ્ધ સીધી રીતે ગુનાની નોંધ લઈ શકાય નહીં.
આ કેસની સુનાવણી બાદ જસ્ટિસ હાઇકોર્ટે નોંધ્યું હતું કે, CRPC અને નવી BNSS વચ્ચે પાયાનો તફાવત છે. હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું કે મેજિસ્ટ્રેટે ગુનો નોંધતા પહેલા જે-તે અધિકારીના ઉપરી અધિકારી પાસેથી ઘટનાનો સત્યતા અંગેનો રિપોર્ટ મંગાવવો જરૂરી હતો. કાયદા મુજબ જે-તે પોલીસ કર્મીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ, જે સુરત કોર્ટે આપી નહોતી. હાઈકોર્ટે સુરત મેજિસ્ટ્રેટનો આદેશ રદ કર્યો છે અને નવેસરથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ