ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અઠવાલાઇન્સ સ્થિત SPB ફિઝીયોથેરાપી કોલેજ ખાતે યોગ સંવાદ યોજાયો
સુરત, 28 એપ્રિલ (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના અઠવાલાઇન્સ સ્થિત SPB ફિઝીયોથેરાપી કોલેજ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. જેમાં 210થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ‘યોગ અને સુખાકારી’ વિષય પર સમજ આપી, યોગ, પ્રાણાયામથ
Surat


સુરત, 28 એપ્રિલ (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના અઠવાલાઇન્સ સ્થિત SPB ફિઝીયોથેરાપી કોલેજ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. જેમાં 210થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ‘યોગ અને સુખાકારી’ વિષય પર સમજ આપી, યોગ, પ્રાણાયામથી મળતી શારીરિક અને માનસિક સ્વસ્થતા અંગે માહિતગાર કરી યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ,ગાંધીનગરના ઝોન કોર્ડીનેટર ડૉ.પારુલ પટેલ, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર કૃતિ બારડોલીયા, યોગ કોચ અનિતાબેન તેમજ યોગ ટ્રેનરો રચનાબેન અને મયુરી મિસ્ત્રીએ વિધાર્થીઓને યોગ અને તેના ફાયદાઓથી પરિચિત કરી યોગ ટ્રેનર બનવા પ્રોત્સાહન પણ આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande