એકતાનગર ખાતે “ભારતીય ભાષા સંગમ 2.0”નો પ્રારંભ કરાવતા, કેન્દ્રિય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત
- ભાષા સંગમ દરમિયાન વિવિધ 40 પ્રાંતની 22 ભાષાના 200 થી વધુ સાહિત્ય સર્જકો ભારતીય ભાષા પ્રેમીઓ કથન-લેખન સંગમ સમન્વય વિશે વિચાર-મંથન કરી રોડમેપ બનાવશે - ગુજરાતી, સંસ્કૃત, મરાઠી, હિન્દી, કન્નડ સહિત ભારતની ૨૨ ભાષાઓમાં થયેલા સાહિત્યિક ખેડાણ-પુસ્તક અને
એકતાનગર ખાતે “ભારતીય ભાષા સંગમ 2.0”નો પ્રારંભ કરાવતા, કેન્દ્રિય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત


- ભાષા સંગમ દરમિયાન વિવિધ 40 પ્રાંતની 22 ભાષાના 200 થી વધુ સાહિત્ય સર્જકો ભારતીય ભાષા પ્રેમીઓ કથન-લેખન સંગમ સમન્વય વિશે વિચાર-મંથન કરી રોડમેપ બનાવશે

- ગુજરાતી, સંસ્કૃત, મરાઠી, હિન્દી, કન્નડ સહિત ભારતની ૨૨ ભાષાઓમાં થયેલા સાહિત્યિક ખેડાણ-પુસ્તક અને શિક્ષણમાં પ્રાદેશિક ભાષાઓનું જોડાણ પર ભારમૂકતા મહાનુભાવો પોતાના અભિપ્રાય આ મંચ દ્વારા વ્યક્ત કરશે

રાજપીપળા,28 એપ્રિલ (હિ.સ.) નર્મદા જિલ્લામાં એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે બે દિવસીય “ભારતીય ભાષા સંગમ 2.0” કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો હતો. “ભાષા કી એકતા, એકતા કી ભાષા”ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં, દેશભરની વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓને એક મંચ પર લાવી રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમ્યાન વિવિધ ભારતીય ભાષાઓના પ્રદર્શન, સંવાદ સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શૈક્ષણિક ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

વિદ્વાનો, શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ભારત સરકારના સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ

શેખાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત જેવા વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતા રાષ્ટ્રમાં ભાષાઓ માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ એ આપણા સંસ્કાર,પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે. દરેક ભાષા પોતાના અંદર ઇતિહાસ, લોકજીવન અને પરંપરાનો અમૂલ્ય વારસો ધરાવે છે, જેને સાચવી રાખવું અને આગલી પેઢી સુધી પહોંચાડવું આપણા સૌની જવાબદારી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે “ભારતીય ભાષા સંગમ 2.0” જેવા કાર્યક્રમો દ્વારા દેશના વિવિધ પ્રાંતો વચ્ચે સાંસ્કૃતિક અને ભાષાકીય આપ-લે વધે છે, જે રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવે છે.

નવી પેઢી માટે અન્ય ભારતીય ભાષાઓને જાણવાની અને સમજવાની તક ઉપલબ્ધ કરાવવી આજના સમયમાં અત્યંત જરૂરી બની છે. આ પ્રકારના મંચ યુવાનોમાં ભાષાપ્રેમ, સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને રાષ્ટ્રીય એકતા માટેની ભાવના વિકસાવે છે.

મંત્રીએ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝનને આગળ વધારવા માટે તમામ નાગરિકોને

એકબીજાની ભાષા અને સંસ્કૃતિનું સન્માન કરવા તેમજ તેને જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો હતો.

તેમણે ખાસ ભાર મૂક્યો કે, ટેક્નોલોજીના યુગમાં ભારતીય ભાષાઓને ડિજિટલ માધ્યમમાં વધુ પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી વૈશ્વિક સ્તરે પણ ભારતની ભાષા સમૃદ્ધિ ઉજાગર થાય.

કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ મહાનુભાવો, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓએ પણ ભાષા અને

સંસ્કૃતિના સંવર્ધન માટે આવી પહેલને સરાહનીય ગણાવી હતી.

સમગ્ર કાર્યક્રમ દેશભરમાં ભાષિક એકતા અને સાંસ્કૃતિક સમન્વયનું અનોખું પ્રતિબિંબ રજૂ કરી રહ્યો છે.

ભારતીય ભાષા સંગમ શિબિરમાં બે દિવસ દરમિયાન વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને ભાષા

નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ગહન ચિંતન-ચર્ચાઓ વર્તમાન સમયની સ્થિતિ અને ચુનૌતી ભૂમિકા અંગે સત્ર દરમિયાન ભાષા અંગે આદાન પ્રદાન કરવામાં આવશે.

એકતાનગર ખાતેના આ સેમિનારથી ભાષાને પ્રેરક બળ મળશે અને વિચાર- વિમર્શ- મંથન થકી ભાષાને આભ્યાસક્રમમાં મૂર્તિમંત થવાનો અવકાશ મોકળો બનશે.

વિવિધ રાજ્યોમાંથી આવેલા મહાનુભાવો આ બે દિવસીય સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. સત્ર દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરશે. જેમાં 22 મહત્વની ભાષાના નિષ્ણાંતો, અભ્યાસુઓ જોડાયા છે.

આ શિબિરના પ્રથમ દિવસે ભારતીય ભાષાઓની એકાત્મતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં

ભાષાઓની ભૂમિકા, ભારતીય ભાષાઓની એકાત્મતાના આધારસ્રોત, શિક્ષણ સંશોધન અને ભારતીય ભાષાઓ, શાસન-પ્રશાસન અને ભારતીય ભાષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા-રોજગારમાં ભારતીય ભાષાઓ, વેપાર-વ્યવસાય અને નાણાકીય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભારતીય ભાષાઓ, કાયદો અને ન્યાય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ બાબતોને કેન્દ્રમાં રાખીને ચર્ચાઓ કરવામાં આવી હતી.

બીજા સત્રમાં ભારતીય ભાષાઓની વર્તમાન સ્થિતિ અને પડકારો તેમજ ભાષા સંસ્થાનો અને અકાદમીઓની ભૂમિકા અંગે પણ વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. બીજા દિવસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં ભાષા સંબંધી જોગવાઈઓ અને તેની અમલવારીના સંદર્ભમાં ચર્ચાઓ થશે અને

ભાષા અંગે સમૂહ ચિંતન મનન કરી ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયાસ અને પરિણામલક્ષી રોડમેપ તૈયાર કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ-દિલ્હીનાં રાષ્ટ્રીય સચિવ અતુલ કોઠારી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાં તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાષાપ્રેમીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં જુદા -જુદા રાજ્યમાંથી ભાષાવિદોએ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande