કાઝીરંગાથી ચાર જંગલી ભેંસ આજે મધ્યપ્રદેશ પહોંચશે, મુખ્યમંત્રી સુપખારમાં જીર્ણોદ્ધાર કાર્યનો શુભારંભ કરશે
ભોપાલ, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ) એક સદીથી લુપ્ત થઈ ગયેલી ''જંગલી ભેંસ'' પ્રજાતિ મધ્યપ્રદેશમાં પુનઃસ્થાપિત થવા જઈ રહી છે. આસામના કાઝીરંગાથી ચાર ભેંસ મધ્યપ્રદેશ લાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ
ભેસ


ભોપાલ, નવી દિલ્હી,

28 એપ્રિલ (હિ.સ) એક સદીથી

લુપ્ત થઈ ગયેલી 'જંગલી ભેંસ' પ્રજાતિ

મધ્યપ્રદેશમાં પુનઃસ્થાપિત થવા જઈ રહી છે. આસામના કાઝીરંગાથી ચાર ભેંસ મધ્યપ્રદેશ

લાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે બાલાઘાટ જિલ્લાના સુપખાર અને

ટોપલા વિસ્તારમાં કાર્યક્રમ હેઠળ આ 'જંગલી ભેંસ' ને મુક્ત કરીને પુનઃસ્થાપન અભિયાનની શરૂઆત કરશે.

જનસંપર્ક અધિકારી કે. કે. જોશીએ જણાવ્યું હતું કે,”

મુખ્યમંત્રી ચાર જંગલી ભેંસને તેમના નવા કુદરતી નિવાસસ્થાન સુપખરમાં છોડી દેશે.

તેમાં ત્રણ માદા અને એક નર જંગલી ભેંસનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જિલ્લા પ્રભારી

મંત્રી ઉદય પ્રતાપ સિંહ, અધિકારીઓ, સ્થાનિક જન

પ્રતિનિધિઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે. આ પહેલ માત્ર ભેંસની પ્રજાતિઓનું સંરક્ષણ જ

નહીં પરંતુ રાજ્યની વન ઇકોસિસ્ટમને પણ મજબૂત બનાવશે.”

જોશીએ માહિતી આપી હતી કે,” આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ

આસામના કાઝીરંગાથી કાન્હા ટાઇગર રિઝર્વમાં જંગલી ભેંસ લાવવામાં આવી રહી છે. પ્રથમ

તબક્કામાં ચાર ભેંસની ટીમે તેમની યાત્રા શરૂ કરી છે. ભેંસના કુલ 50 જૂથોને 'સ્થાપક વસ્તી' તરીકે લાવવાનું

લક્ષ્ય છે. આ સિઝનમાં 8 ભેંસ

સ્થાનાંતરિત કરવામાં આવશે.”

તેમણે માહિતી આપી હતી કે,”આ પ્રોજેક્ટ સાથે મધ્યપ્રદેશ અને આસામ વચ્ચે વન્યજીવોના

આદાન-પ્રદાનનો એક નવો અધ્યાય પણ જોડાઈ રહ્યો છે. આસામમાંથી ગેંડાની બે જોડી

મધ્યપ્રદેશ લાવવામાં આવશે,

જેને ભોપાલના વન

વિહાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવશે. તેના બદલામાં મધ્યપ્રદેશ આસામની માંગ

મુજબ 3 વાઘ અને 6 મગરોને

હસ્તાંતરિત કરશે.”

ચિત્તાના પુનઃસ્થાપનની ઐતિહાસિક સફળતા પછી હવે જંગલી

ભેંસોનું પરત ફરવું રાજ્યની જૈવવિવિધતામાં એક નવું પરિમાણ ઉમેરશે. આ પહેલ

પ્રજાતિઓના સંરક્ષણના પ્રયાસોમાં તેમજ રાજ્યની વન ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક

મહત્વપૂર્ણ પગલું છે. મધ્યપ્રદેશ પહેલેથી જ 'વાઘ રાજ્ય' અને 'ચિત્તા રાજ્ય' તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી ચૂક્યું છે. જંગલી ભેંસની

પુનઃસ્થાપના આ ગૌરવને વધુ મજબૂત બનાવશે.

નોંધપાત્ર બાબત એ છે કે, મધ્યપ્રદેશમાં જંગલી ભેંસની

વસ્તીનો લગભગ 100 વર્ષ પહેલાં નાશ

કરવામાં આવ્યો હતો. આ જંગલી ભેંસ 1979ની આસપાસ કાન્હાના સુપખાર વિસ્તારમાં જોવા મળી હતી. વધુ

પડતો શિકાર, માનવ હસ્તક્ષેપ, નિવાસસ્થાનનું

અધઃપતન અને ઘાસના મેદાનોનો વિનાશ એ મુખ્ય કારણો હતા. હાલમાં, તેમની કુદરતી

વસ્તી મુખ્યત્વે આસામ સુધી મર્યાદિત છે, જ્યારે છત્તીસગઢમાં તેમની સંખ્યા અત્યંત ઓછી છે.

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (દહેરાદૂન) દ્વારા

કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાન્હા ટાઇગર રિઝર્વ જંગલી ભેંસના

પુનઃ પરિચય માટે શ્રેષ્ઠ અનુકૂળ છે. વ્યાપક ઘાસના મેદાનો, પૂરતા જળ

સ્ત્રોતો અને ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ આ પ્રજાતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરે

છે. સુપખાર ખાતે જંગલી ભેંસને છોડવાની સાથે, આ 'જંગલીથી જંગલી' પુનઃસ્થાપન યોજના

એક નવા તબક્કામાં પ્રવેશ કરશે.

હિન્દુસ્થાન સમાચાર/મુકેશ તોમર/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande