નેત્રંગ જિલ્લા અને તાલુકા પંચાયતમાં આપનું જોર વધ્યું
ભરૂચ, 28 એપ્રિલ (હિ.સ.) ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતમાં જિલ્લાની 3 અને તાલુકા પંચાયતમાં 16 બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ હતો.જેમાં ભાજપા અને આપના ઉમેદવારોએ જીતના પહેલેથી જ દાવા કર્યા હતા.પરંતુ આજે જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે આમ આદમ
નેત્રંગ જિલ્લા અને તાલુકા પંચાયતમાં આપનું જોર વધ્યું


નેત્રંગ જિલ્લા અને તાલુકા પંચાયતમાં આપનું જોર વધ્યું


ભરૂચ, 28 એપ્રિલ (હિ.સ.) ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતમાં જિલ્લાની 3 અને તાલુકા પંચાયતમાં 16 બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ હતો.જેમાં ભાજપા અને આપના ઉમેદવારોએ જીતના પહેલેથી જ દાવા કર્યા હતા.પરંતુ આજે જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકમાંથી 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 8 બેઠક કબ્જે કરી હતી .જ્યારે ભાજપએ જિલ્લા પંચાયતની 1 બેઠક અને તાલુકા પંચાયતની 7 બેઠકો હાંસલ કરી હતી જ્યારે છેલ્લે છેલ્લે નેત્રંગ 2 તાલુકા પંચાયતની બેઠક કોંગ્રેસને ફાળે જતા ખાતું ખોલાવ્યું હતું.

કોંગ્રેસના મહિલા ઉમેદવાર 77 મતથી જીતી જતા ભાજપાના ઉમેદવારે રિકાઉન્ટિંગ માટેની અરજી આપતા હોબાળો થયો હતો.એક વખતે માહોલ ગરમાયો હતો ત્યારે અધિકારીઓએ શું કરવું તે ધ્યાનમાં નહી આવતા અગ્રણીઓએ વચ્ચે પડી સમજદારી પૂર્વક રસ્તો કાઢ્યો હતો.આખરે ભાજપ ઉમેદવારની માંગ સંતોષી ફરીથી મત ગણતરી કરવામાં આવતા તેમાં એકપણ મતની ગણતરીમાં જરાપણ ભૂલ આવી નહીં અને કોંગ્રેસના ફાળે નેત્રંગ 2 નંબરની બેઠક આવી હતી.

આમ નેત્રંગ તાલુકામાં પણ આમ આદમી પાર્ટીએ 8 બેઠક જીતી ઈતિહાસ રચ્યો છે જ્યારે ભાજપાના ફાળે 7 બેઠક આવતા હવે તોડજોડની નીતિ ચાલશે જેમાં દમ હશે તે પક્ષ તાલુકા પંચાયતમાં રાજ કરશે. જોવું રહ્યું હવે કોણ કોની સાથે રહેશે અને કોણ કિંગ મેકર બનશે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande