પોરબંદરના જ્યુબેલી સહિતના વિસ્તાોરમાં છ કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ.
પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.) પોરબંદરના જ્યુબેલી સહિતના વિસ્તાોરમાં ગઇકાલે છ કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ થતા હજારો લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા અને વીજતંત્રની ‘લંગડાતા ઘોડા’ જેવી નીતિથી લોક આક્રોશ વધવા પામ્યો હતો.વિકાસના મોટા-મોટા દાવા કરતી ભાજપ સરક
પોરબંદરના જ્યુબેલી સહિતના વિસ્તાોરમાં છ કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ.


પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.) પોરબંદરના જ્યુબેલી સહિતના વિસ્તાોરમાં ગઇકાલે છ કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ થતા હજારો લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા અને વીજતંત્રની ‘લંગડાતા ઘોડા’ જેવી નીતિથી લોક આક્રોશ વધવા પામ્યો હતો.વિકાસના મોટા-મોટા દાવા કરતી ભાજપ સરકારના રાજમાં પોરબંદર શહેરનું વીજતંત્ર ‘લંગડાતા ઘોડાની જેમ’ ચાલી રહ્યું હોવાનો આક્રોશ જનતામાં ફાટી નીકળ્યો છે. પી.જી.વી.સી.એલ.ની ઘોર બેદરકારીને કારણે ગઈકાલે સાંજે 7:00 વાગ્યાથી મધરાતે 1:00 વાગ્યા સુધી એટલે કે સતત 6 કલાક સુધી ઉદ્યોગનગર પી.જી.વી.સી.એલ.ની ઘોર બેદરકારી વિસ્તારનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.

આકરી ગરમી અંધારપટથી નાગરિકો ત્રસ્ત

એક બાજુ પોરબંદર શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન સાથે આકરી ગરમી પડી રહી છે, તો બીજી બાજુ રાત્રિના સમયે 6 કલાકના અંધારપટને લીધે ઉદ્યોગનગરના રહેવાસીઓ પરવશ થઈ ગયા હતા. પંખા, એ.સી., કુલર બધું બંધ થઈ જતાં ઘરમાં સૂવું મુશ્કેલ બન્યું હતું. દર્દીઓ, નાના બાળકો અને મહિલાઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. ગરમી અને ગૂંગળામણના કારણે બીમાર દર્દીઓની તબિયત વધુ લથડી હતી, તો બાળકો આખી રાત રડતા રહ્યા હતા. પાણીની મોટરો ન ચાલવાને કારણે પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડયાં હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande