


ગોધરા, 28 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ ની ૨૬તારીખે યોજાયેલ ચુંટણી ની મતગણતરી આજ રોજ થઈ જેમા પંચમહાલ જિલ્લા મા ભાજપ ની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા મા ભવ્ય કહી શકાય એવી જીત થઈ. જોકે આ વખતે કોંગ્રેસ નો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે અને માત્ર સમ ખાવા પૂરતી કાલોલ ના વેજલપુર તાલુકા પંચાયત ની સીટ પર વિજય થયો બાકી સમગ્ર જિલ્લા મા ક્યાંક કોંગ્રેસ દેખાઈ નહીં પંચમહાલ જિલ્લા પંચાયત ની કુલ 38 સીટ પૈકી 37 સીટો પર ભાજપ નો વિજય થયો છે જેમા એક સીટ પર આમ આદમી પાર્ટી નો વિજય થયો જે ઘોઘમ્બા તાલુકા ની ખરોડ જિલ્લા પંચાયત સીટ પર આપ જીત નોંધાવી શકી ત્યારે તાલુકા પંચાયત ની કુલ 174 સીટો મા 156 પર ભાજપ નો વિજય થયો છે અને 12 સીટો પર આપ અને 5 સીટો પર અપક્ષ નો અને 1 સીટ પર કોંગ્રેસ નો વિજય થયો છે નગરપાલિકા ની વાત કરીએ તો ગોધરા નગર પાલિકા મા કુલ 11 વોર્ડ ની 44 સીટો મા 27 સીટો પર ભાજપ જીત્યું છે અને ઇતિહાસ મા પહેલી વાર ભાજપ ની સ્પષ્ટ બહુમતી થી ભાજપ પાલિકા પર સત્તા લેશે જયારે અન્ય 17 સીટો પર અપક્ષ ના ઉમેદવાર જીત્યા છે અને શહેરા નગરપાલિકા મા કુલ 28 સીટો મા તમામ બેઠક પર ભાજપ ના ઉમેદવાર ની જીત થઈ છે અહીંયા ઉલ્લેખનીય છે કે જાંબુઘોડા તાલુકા મા તમામ જિલ્લા પંચાયત ની અને તાલુકા પંચાયત ની સીટો પર જંગી લીડ થી ભાજપ નો વિજય થયો છે જેમો તમામ શ્રેય હાલ ના પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ ને જાય છે ત્યારે શહેરા તાલુકા મા પણ ભાજપ ની ક્લીન સ્વીપ જોવા મળી હતી જંગી જીત બાદ તમામ વિજેતા ઉમેદવાર ને કમલમ ખાતે બોલાવી તેઓ નું મયંક દેસાઈ એ સન્માન કર્યું હતું અને હવેથી જનતા ના કામો કરવા લાગી જવા નું સૂચન આપ્યું હતું
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ