ગુન્હાહિત ઇતિહાસ ધરવતા શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો.
પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.) પોરબંદર પોલીસ પોરબંદર જીલ્લામાં આવારા અસામાજીક તત્વો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જે અનુસંધાને ખુન, મારકુટ જેવા શરીર સંબંધી ગુન્હાઓ તેમજ ધાક ધમકીઓના ગુન્હામાં કીર્તિમંદિર પો. સ્ટેના ત્રણ અને કમલાબાગ પો.સ્ટે
ગુન્હાહિત ઇતિહાસ ધરવતા શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો.


પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.) પોરબંદર પોલીસ પોરબંદર જીલ્લામાં આવારા અસામાજીક તત્વો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જે અનુસંધાને ખુન, મારકુટ જેવા શરીર સંબંધી ગુન્હાઓ તેમજ ધાક ધમકીઓના ગુન્હામાં કીર્તિમંદિર પો. સ્ટેના ત્રણ અને કમલાબાગ પો.સ્ટે. ના એક ગુનામાં સંડોવાયેલ આરોપી આશિષ ઉર્ફે ટકો કિશોર મસાણીને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.વી.પરમાએ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા વોરન્ટ ઇસ્યુ કરતા ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયાએ વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપ્યો હતો.

આ કામગીરીમાં કિર્તીમંદિર પો.ઈન્સ. કે.વી.પરમાર, એલ.સી. બી. ઈન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા, ASI રૂપલ લખધીર, HC વિપુલ ઝાલા, જીતુ દાસા તથા પો.કોન્સ. અજય ચૌહાણ તથા કિર્તીમંદિર પો.સ્ટે.ના ASI હરદાસ આગઠ તથા પો.કોન્સ. પરેશ પીઠીયા તથા પો.હેડકવા પોરબંદરના ASI સરમણ છેલાણા, વિક્રમસિંહ ધનજીભાઈ તથા PC રણજીતસિંહ ખુમાણસિંહ રોકાયેલ હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande