
વાપી, 28 એપ્રિલ (હિ.સ.) વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે પ્રભુત્વ જમાવી સત્તા યથાવત રાખી છે. જાહેર થયેલા પરિણામ મુજબ ભાજપે કુલ 37 બેઠકો જીતતા બહુમતી મેળવી છે અને ફરીથી મનપા પર કબજો જાળવી રાખ્યો છે.કોંગ્રેસે આ ચૂંટણીમાં 11 બેઠકો મેળવી પોતાની હાજરી નોંધાવી છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 4 બેઠકો પર જીત નોંધાવી છે. અપક્ષ ઉમેદવારોએ ભાજપને સમર્થન આપતા સત્તા વધુ મજબૂત બની છે.વિગતો મુજબ, વોર્ડ નં. 10 અને 13માં કોંગ્રેસે સંપૂર્ણ પેનલ સાથે જીત મેળવી છે. જ્યારે વોર્ડ નં. 11માં સ્પ્લિટ વર્ડિક્ટ સામે આવ્યું છે, જેમાં કોંગ્રેસે 3 બેઠકો અને ભાજપે 1 બેઠક જીતેલી છે.પરિણામ જાહેર થતા જ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.વાપી મનપામાં ફરી ભાજપની સત્તા કાયમ રહેતાં આગામી સમયમાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha