જામનગર નજીક મોટી ખાવડીમાં રૂપિયાની ઉઘરાણીમાં યુવાન પર હુમલો
જામનગર, 28 એપ્રિલ (હિ.સ.) જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં દલિત યુવાન પર હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પૈસાની ઉઘરાણીના મામલે ચાર શખ્સોએ યુવાનને માર મારી જાતિ આધારિત અપમાન કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હ
હુમલો


જામનગર, 28 એપ્રિલ (હિ.સ.) જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં દલિત યુવાન પર હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પૈસાની ઉઘરાણીના મામલે ચાર શખ્સોએ યુવાનને માર મારી જાતિ આધારિત અપમાન કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મેઘપર (પડાણા) પોલોસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 115(2), 296(બી), 352, 351(3), 54 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(1)(એસ) અને 3(2)(5-એ) હેઠળ ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ.27 એપ્રિલના રોજ સવારે આશરે 10:45 વાગ્યે મોટી ખાવડી ગામના વાકોલ કૃપા કોમ્પ્લેક્ષ ખાતે દુકાન તેમજ જાહેર રોડ પર આ બનાવ બન્યો હતો. ફરિયાદી અશોક ઉર્ફે સાગર ચતુરભાઈ આયર પાસે આરોપી દ્વારા અગાઉ લીધેલા રૂપિયા 10,000 અંગે ઉઘરાણીના મુદ્દે વિવાદ સર્જાયો હતો.

આ બનાવમાં ફરિયાદીને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું નોંધાયું છે. ઘટનાને લઈ પોલીસ દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ગંભીર નોંધ લઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande