વડાપ્રધાન મોદી, ગંગટોકમાં બાળકો સાથે ફૂટબોલ રમ્યા .......
ગંગટોક, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમની મુલાકાતના બીજા અને અંતિમ દિવસની શરૂઆત ફૂટબોલ રમીને કરી હતી. એક ફેસબુક પોસ્ટમાં તેમણે, મંગળવારે સવારે રાજધાનીમાં યુવાનો સાથે ફૂટબોલ રમતા પોતાની એક તસવીર શેર કરી હતી. પ્રધાનમ
નમો


ગંગટોક, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમની મુલાકાતના બીજા અને અંતિમ દિવસની શરૂઆત ફૂટબોલ રમીને કરી હતી. એક ફેસબુક પોસ્ટમાં તેમણે, મંગળવારે સવારે રાજધાનીમાં યુવાનો સાથે ફૂટબોલ રમતા પોતાની એક તસવીર શેર કરી હતી.

પ્રધાનમંત્રીએ એક ફેસબુક પોસ્ટમાં ફોટાઓની શેર કરવાની સાથે લખ્યું હતું કે, સિક્કિમના ગંગટોકમાં એક સુંદર સવાર, મારા યુવાન મિત્રો સાથે ફૂટબોલની મજા માણી રહ્યો છું.

આ તસ્વીરોમાં વડાપ્રધાન મોદી યુવાનો સાથે, ફૂટબોલ રમતા જોઇ શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે બે દિવસની મુલાકાતે સિક્કિમ પહોંચ્યા હતા. તેઓ આજે પાલજોર સ્ટેડિયમ ખાતે, રાજ્યની સ્થાપનાની 50મી વર્ષગાંઠના સમાપન સમારોહમાં હાજરી આપવાના છે.

હિન્દુસ્થાન સમાચાર/બિશાલ ગુરુંગ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande