
પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના કુતિયાણા નજીક ચૌટા ચેક પોસ્ટ પાસે થોડે દુર નેશનલ હાઇવે પર ટ્રેક્ટર અડફેટે બાઇક ચડી જતા યુવાનનું મોત થયું હતું જ્યારે તેના પત્નીને ઇજા થઈ હતી. મુળ સિંધપુર તથા હાલ પોરબંદરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં મારૂતિ નગર ખાતે રહેતા માલદે બાલુભાઈ ઓડેદરા દ્વારા એવા પ્રકારની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે કે તેના નાના ભાઈ રામભાઈનું વાહન અકસ્માતે મોત થયું છે જેમાં વિગત એવી છે કે મૃતક રામભાઈ તથા તેના પત્ની મનીષાબેન બાઈકમાં જુનાગઢ થી સિંધપુર આવતા હતા.અને કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ નજીક ચૌટાના પુલની આગળ રોંગ સાઈડમાં પથ્થરો ભરેલું ટ્રેક્ટર આવતું હતું ટ્રેક્ટરના ચાલક પરડવા ગામના રાજુ જિલા રાણાવાડીયાએ બેફિકરાયથી ટ્રેક્ટર ચલાવીને રામભાઈના બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા રામભાઈને ઉપલેટાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાતા ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.તેમના પત્ની મનિષાબેનને પણ ઇજા થતા ઉપલેટાની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બેફીકરાઈથી ટ્રેક્ટર ચલાવનાર રાજુ રાણાવાડીયા સામે ગુન્હો દાખલ થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya