જામનગર જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાયો : આપને એક મળી, કોંગ્રેસ મેદાનની બહાર
જામનગર, 29 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં પાંચ તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. જયારે લાલપુરમાં ધારાસભ્ય હેમંત ખવાની કામગીરીને કારણે આમ આદમી પાર્ટીને મેદાન માર્યુ છે. આ રીતે જોઇએ તો જિલ
ભાજપ કોંગ્રેસ અને આપ


જામનગર, 29 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં પાંચ તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. જયારે લાલપુરમાં ધારાસભ્ય હેમંત ખવાની કામગીરીને કારણે આમ આદમી પાર્ટીને મેદાન માર્યુ છે. આ રીતે જોઇએ તો જિલ્લાની એક પણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ચૂંટાઇ નથી.

જામનગર તા.પં.ની 26 બેઠકો પૈકીની 2 બેઠકો ભાજપમાં બિનહરીફ થઈ હતી અને 23 બેઠકો પર જીત મેળવીને 25 બેઠકો સાથે સત્તારૂઢ થશે. જામનગર તા.પં.માં ભાજપનો બહુમતી સાથે પુનરાવર્તન થયું છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક જ મળી છે. કાલાવડ તાલુકા પંચાયતમાં ગત ટર્મમમાં ભાજપને માત્ર 7 બેઠકો મળતા તોડપાડ કરીને સત્તા મેળવી હતી. ત્યારે આ વખતે 14 બેઠકો સાથે બહુમતી મળી છે. જ્યારે કોંગ્રેસને 2 અને આપને 1 અને એક અપક્ષને બેઠક મળી છે.

જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપનો 11 બેઠક પર વિજય થયો છે. જ્યારે આમ આદમી પાર્ટીને 7 બેઠકો મળી છે. જેથી આપ અને કોગ્રેસ જામજોધપુર તા.પં.માં વિપક્ષમાં બેસશે.

લાલપુર તાલુકા પંચાયત આપના વિજય સાથે ઉદય આપને લાલપુર તા.પં.માં 10 બેઠકો પર જીત મળી હતી. જ્યારે ભાજપને 6 અને કોંગ્રેસને 1 અને અપક્ષને 1 બેઠક મળી છે. જેથી કાલાવડ તા.પં.માં આપ સત્તારૂઢનો ઉદય થયો છે.

જોડીયા તાલુકા પંચાયતઃભાજપની 2 બેઠક ઘટી તા.પં.ની 16 બેઠકોમાંથી ભાજપને 11 બેઠક મળી છે. જ્યારે ગત ટર્મમાં 13 બેઠકો મળી હતી. જેમાં આ વખતે બે બેઠકનો ઘટાડો થયો છે. તો કોંગ્રેસ 3 બેઠકો સાથે યથાવત છે અને આપને 2 બેઠકો મળી છે.

ધ્રોલ તાલુકા પંચાયત કોંગ્રેસના સુપડા સાફ થયા છે. કોંગ્રેસને ધ્રોલ તાલુકા પંચાયતમાં એક પણ બેઠક મળી નથી. જ્યારે ભાજપને 14 બેઠકો સાથે ભવ્ય વિજય થયો છે. જ્યારે આપને માત્ર 2 બેઠકો મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande