
પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લા ક્રિકેટ એશોસીએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાલએ જણાવ્યું છે કે, આગામી તારીખઃ 1 મે 2026 થી 8 મે 2026 સુધી પોરબંદરના 'દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ 'ખાતે સવારના 6:30થી 1પ:30 સુધી 'ક્રિકેટ કોચીંગ અને ફીટનેસ કેમ્પ' તથા અન્ડર 19, અન્ડર 14 અને 16 નું પ્રતિભાશાળી ખેલાડીના ભવિષ્ય માટેની જીલ્લાની ટીમ બનાવવા માટેનું સીલેકશન પણ રાખેલ છે.આ કેમ્પમાં નિષ્ણાંત કોચ અને સીનીયર ખેલાડી દ્વારા માર્ગદર્શન અને કોચીંગ આપવામાં આવશે. આ કેમ્પમાં જે યુવા ખેલાડીઓએ જોડાવું હોય તેમણે રાજુભાઈ સોનેરી, પ્રતાપભાઈ જુગીનો 30 એપ્રીલ પહેલા સંપર્ક કરી લેવા વિનંતી છે. જે યુવા ખેલાડીઓએ આ કેમ્પમાં આવવું હોય તેમની ઉંમર.11 વર્ષ પુર્ણ હોવી જરૂરી છે અને તેમણે જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડની કોપી અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનો રહેશે જે ત્યાં ફોર્મ સાથે ફી ભરીને જોડવાનું રહેશે. આ કેમ્પ ગરમીને કારણે માત્ર સવારના જ સમય (6:30 થી 10:30) માં રહેશે. પોરબંદર જીલ્લા ક્રિકેટ એશોસીએશનના સેક્રેટરી હિતેષભાઈ સોનેરીની યાદી જણાવે છે. આ કેમ્પમાં જોડાવા માંગતા લોકો રાજેશ સોનેરી- દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ- 8849842315અથવા પ્રતાપ જુંગી – સ્વામીનારાયણ સ્કુલ - 9033768284પાસેથી ફોર્મ મેળવી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya