સરકારી લેડી હોસ્પિટલમાં શોટ સર્કિટને કારણે આગ.
પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં બુધવારની સવારના સમયે અચાનક આગની ઘટના બનતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ હોસ્પિટલની અંદર આવેલ ઈલેક્ટ્રિક પેનલના વિભાગમાં શોર્ટ-સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે
સરકારી લેડી હોસ્પિટલમાં શોટ સર્કિટને કારણે આગ.


સરકારી લેડી હોસ્પિટલમાં શોટ સર્કિટને કારણે આગ.


સરકારી લેડી હોસ્પિટલમાં શોટ સર્કિટને કારણે આગ.


સરકારી લેડી હોસ્પિટલમાં શોટ સર્કિટને કારણે આગ.


સરકારી લેડી હોસ્પિટલમાં શોટ સર્કિટને કારણે આગ.


પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં બુધવારની સવારના સમયે અચાનક આગની ઘટના બનતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ હોસ્પિટલની અંદર આવેલ ઈલેક્ટ્રિક પેનલના વિભાગમાં શોર્ટ-સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે તાત્કાલિક પરિસ્થિતિ સર્જાઈ હતી. આગની ઘટનાની જાણ થતા જ હોસ્પિટલના મેડિકલ અને સહાયક સ્ટાફે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તમામ દર્દીઓ તેમજ સ્ટાફને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલના પટાંગણમાં સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક દર્દીઓમાં ભય અને ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું. હોસ્પિટલ સ્ટાફની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ કરીને આગને ફેલાતી અટકાવવામાં આવી હતી.પરિણામે ફાયર બ્રિગેડને બોલાવવાની જરૂર પડી નહોતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી, પરંતુ આગના કારણે સર્જાયેલા ધુમાડા અને અચાનક સર્જાયેલા ભયજનક વાતાવરણને કારણે દર્દીઓના શ્વાસ અધર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે જરૂરી પગલાં લેવા અંગે વિચારણા ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande