જૂનાગઢની એમ.પી. શાહ સરકારી અંધશાળામાં ‘પ્રજ્ઞાચક્ષુ’ બાળકો માટે જૂન-૨૦૨૬ થી વિનામૂલ્યે પ્રવેશ શરૂ
જૂનાગઢ 29 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢની એમ.પી. શાહ સરકારી અંધશાળા, હાથી ખાના મેદાન, એમ.જી. રોડ ખાતે જૂન ૨૦૨૬થી સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) તથા અંશતઃ પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) બાળકોને વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીનું બ
જૂનાગઢની એમ.પી. શાહ સરકારી અંધશાળામાં ‘પ્રજ્ઞાચક્ષુ’ બાળકો માટે જૂન-૨૦૨૬ થી વિનામૂલ્યે પ્રવેશ શરૂ


જૂનાગઢ 29 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢની એમ.પી. શાહ સરકારી અંધશાળા, હાથી ખાના મેદાન, એમ.જી. રોડ ખાતે જૂન ૨૦૨૬થી સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) તથા અંશતઃ પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) બાળકોને વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવે છે.

આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીનું બ્રેઇલ લિપિમાં શિક્ષણ તેમજ ઉદ્યોગ અને સંગીતમાં વિશારદ સુધીનું શિક્ષણ તથા કોમ્પ્યુટરનું વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) બાળકોને અંતેવાસી તરીકે રહેવાની, જમવાની તથા અભ્યાસને લગતી તમામ સગવડ અને રમતગમત, મનોરંજનની તથા બાળકોને જરૂરી એવી દરેક વ્યવસ્થા સરકારશ્રી તરફથી નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે.

આ શાળામાં નિશુલ્ક પ્રવેશ મેળવવા માટે સંસ્થાના આચાર્યશ્રીનો સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરવા વિનંતી છે. તેમજ મોબાઈલ નંબર ૯૯૨૪૯૬૭૧૮૩ પર સંપર્ક કરવા શ્રી એમ.પી. શાહ સરકારી અંધશાળા, જૂનાગઢ આચાર્યની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande