
જામનગર, 29 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 16 વોર્ડમાં મતદારો દ્વારા ’નોટા’ વિકલ્પનો પણ નોંધપાત્ર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું એક સર્વે પરથી સામે આવ્યું છે. પ્રાપ્ત થયેલ આંકડાઓ મુજબ કુલ 4064 મતદાતાઓએ નોટા બટન દબાવી પોતાનો મત નોંધાવ્યો છે.
વોર્ડ વાઇઝ વિગતો મુજબ, વોર્ડ નંબર 1માં 343, વોર્ડ નંબર 2માં 248, વોર્ડ નંબર 3માં 195, વોર્ડ નંબર 4માં 181, વોર્ડ નંબર 5માં 278, વોર્ડ નંબર 6માં 144, વોર્ડ નંબર 7માં 256, વોર્ડ નંબર 8માં 292, વોર્ડ નંબર 9માં 223, વોર્ડ નંબર 10માં 279, વોર્ડ નંબર 11માં 373, વોર્ડ નંબર 12માં 213, વોર્ડ નંબર 13માં 235, વોર્ડ નંબર 14માં 252, વોર્ડ નંબર 15માં 335 અને વોર્ડ નંબર 16માં 217 નોટા પર મત નોંધાયા છે.
આ આંકડાઓ મુજબ સૌથી વધુ મત વોર્ડ નંબર 11માં 373 નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા મત વોર્ડ નંબર 6 માં 144 નોંધાયા છે.ચૂંટણી વિશ્લેષકોના મતે, નોટા તરફ વધતો ઝોક મતદારોમાં અસંતોષ અથવા યોગ્ય ઉમેદવારના અભાવની ભાવનાને દર્શાવે છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ટ્રેન્ડ આવનારા સમયમાં રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt