દારૂ લાવી આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા અને આર્મી જવાન પર લોખંડની પાઇપથી હુમલો
પાટણ, 29 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરવા ગામ નજીક આર્મીમાં ફરજ બજાવતા ભવન ઉમેદ પ્રજાપતિ પર ત્રણ શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી. દારૂ લાવી આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા અને જવાનને માર મારી જાનથી મારી નાખવાન
દારૂ લાવી આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા અને આર્મી જવાન પર લોખંડની પાઇપથી હુમલો


પાટણ, 29 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરવા ગામ નજીક આર્મીમાં ફરજ બજાવતા ભવન ઉમેદ પ્રજાપતિ પર ત્રણ શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી. દારૂ લાવી આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા અને જવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.

ઘટનાની વિગતો મુજબ, ખાનપુર કોડી ગામના વતની ભવન પ્રજાપતિ પોતાની કારમાં પાટણથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે મુડેઠા ગામના સવજી ઠાકોર અને સરવા ગામના અજીતજી ઠાકોર તથા તેનો ભાઈએ તેમની ગાડી રોકી દારૂ લાવવાની માંગણી કરી હતી. ભવને દારૂ ન હોવાની વાત કરતા ત્રણેય આરોપીઓ ગુસ્સે થઈ ગયા.

આરોપીઓએ અપશબ્દો બોલીને ભવનને માર માર્યો અને સવજી ઠાકોરે લોખંડની પાઇપ વડે તેમના માથામાં ઇજા પહોંચાડી. હુમલા બાદ આરોપીઓ ભાગી ગયા અને પછી ફરીથી દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.

ઇજાગ્રસ્ત ભવનને તેમના ભાઈ અને પુત્રએ બચાવી ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. રણુંજ પોલીસે સવજી ઠાકોર, અજીતજી ઠાકોર અને તેના ભાઈ વિરુદ્ધ B.N.S. કલમ 115(2), 118(1), 296(b), 54, 351(3) અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande