પોરબંદર મહાનગરમાં યુવા રાજ.
પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણીના પરિણામો જાહેર થયા તેમા 52 બેઠકો પર ભાજપની જીત થઈ છે. વિપક્ષ વિહોણી મનપા બની છે તો બીજી તરફ યુવા અને નવા ચહેરાને મેદાને ઉતારાવનો ભાજપનો પ્રયોગ સફળ રહ્યો છે . ટીકીટની ફાળવણી વખતે જોવા મ
પોરબંદર મહાનગરમાં યુવા રાજ.


પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણીના પરિણામો જાહેર થયા તેમા 52 બેઠકો પર ભાજપની જીત થઈ છે. વિપક્ષ વિહોણી મનપા બની છે તો બીજી તરફ યુવા અને નવા ચહેરાને મેદાને ઉતારાવનો ભાજપનો પ્રયોગ સફળ રહ્યો છે . ટીકીટની ફાળવણી વખતે જોવા મળેલી કયાંય નારાજગીની ખાસ કોઈ અસર રહી નહિં તેવી પણ ચર્ચા જોવા મળી છે.પોરબંદર મનપાની પ્રથમ ચુંટણીમા જ ભાજપે કબ્જે કરી છે અને ખાસ એ વાત એ છે કે જીત મેળવાનારાઓમાંથી મોટાભાગના યુવા ચહેરા છે. યુવાનોના હાથમા મનપા સોંપવામા આવી છે.ત્યારે શહેરીજનો પણ એવુ માને છે યુવા ટીમ શહેરનો વિકાસ કરશે સતત પ્રજાની વચ્ચે રહેશે હવે મનપાના પ્રથમ મેયર કોણ બનશે તેને લઈ પણ ચર્ચા જોવા મળી રહી છે. મેયર અને ડેપ્યુટી મેયર સહિતની ટીમ યુવાનોની બનાવામા આવે તો પોરબંદર શહેરનો વિકાસ ચોકકસ પણ થશે કોરી પાટી જેવા યુવાનો પોરબંદરના વિકાસની દિશા તરફ દોડશે તો પોરબંદરની ભવિષ્ય ઉજજવળ બની રહેશે તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande