સુરતના સરથાણામાં અંગત અદાવતમાં યુવક પર બે ભાઇઓ દ્વારા હુમલો
સુરત, 29 એપ્રિલ (હિ.સ.) : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં રહેતા ભરવાડ બંધુઓએ સીમાડા ગામ વિસ્તારમાં રહેતા વેપારી સાથે જુના ઝઘડાની અંગત અદાવત રાખી સરથાણા વિસ્તારમાં આવેલ બાપાસીતારામ ચોક પાસે તેમના મળતીયાઓ સાથે મળી વેપારી પર હુમલો કર્યો હતો તેમને અને તે
Knife


સુરત, 29 એપ્રિલ (હિ.સ.) : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં રહેતા ભરવાડ બંધુઓએ સીમાડા ગામ વિસ્તારમાં રહેતા વેપારી સાથે જુના ઝઘડાની અંગત અદાવત રાખી સરથાણા વિસ્તારમાં આવેલ બાપાસીતારામ ચોક પાસે તેમના મળતીયાઓ સાથે મળી વેપારી પર હુમલો કર્યો હતો તેમને અને તેમના બે મિત્રોને લાકડાના ફટકા વડે માર મારી ઢીકમુક્કીનો ઢોર માર મારી ઈજા પહોંચાડી હતી અને ધમકી આપી ચારેય ઈસમો ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા. જેથી પોલીસે ભરવાડ બંધુઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં સીમાડા ગામ ખાતે આવેલ દિવાળીબાનગરમાં સોસાયટીમાં રહેતા સાજનભાઈ ગગજીભાઈ સાટીયા ને ભટાર ખાતે રામાપીરના મંદિરની સામે ભરવાડ વાસમાં રહેતા વેલાભાઈ જીવણભાઈ મેર સાથે જૂનો ઝઘડો ચાલી રહ્યો છે. આ દરમિયાન ગત તારીખ 27/4/2026 ના રોજ રાત્રે 9:30 થી 09:45 વાગ્યાના અરસામાં તેના મિત્ર વ્રજ અકબરી અને ભાર્ગવ બોરડ સાથે સરથાણામાં આવેલ બાપા સીતારામ ચોક અવધ ડેરીની સામે ખેતલાઆપા નામે દુકાને બેઠા હતા. આ સમયે જુના ઝઘડાની અંગત અદાવત રાખી વેલાભાઈ જીવણભાઈ મેર તથા ઓલપાડના ભરવાડ વાસ મેહુરાનગરમાં રહેતા ગગજીભાઈ રઘુભાઈ ગાગડીયા તથા તેમની સાથે બીજા બે માણસો અચાનક ત્યાં આવ્યા હતા. તેઓએ જુના ઝઘડાની અદાવતમાં સાજન ભાઈને એલફેલ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો. જેથી તેમના બે મિત્રો વચ્ચે પડતા તેમને પણ લાકડાના ફટકા વડે માર મારી ત્રણેયને શરીરને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જોકે બાદમાં તેઓ ધમકી આપી ચારેય ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર સાજનભાઈની ફરિયાદના આધારે સરથાણા પોલીસે ક્યારે ભરવાડ બંધુઓ સહીત ચારેય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande