ઈરાને, ઈઝરાયલના તેલ અવીવ અને ઈલાત પર મિસાઈલ હુમલો કર્યો
તેલ અવીવ/તેહરાન, નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ આજે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ અને તેના બીજા શહેર ઈલાત પર નવા હવાઈ હુમલા કર્યા. આઈઆરજીસીએ દાવો કર્યો છે કે,” તેમણે તેલ
યુદ્ધ


તેલ અવીવ/તેહરાન, નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.)

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ આજે ઈઝરાયલની

રાજધાની તેલ અવીવ અને તેના બીજા શહેર ઈલાત પર નવા હવાઈ હુમલા કર્યા. આઈઆરજીસીએ દાવો કર્યો છે

કે,” તેમણે તેલ અવીવ અને ઈલાત પર હુમલો કર્યો છે, જેમાં ઈઝરાયલી

લશ્કરી અને લશ્કરી ઔદ્યોગિક સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે. ઈઝરાયલે ઈરાન

દ્વારા કરાયેલ મિસાઈલના નવી બોછારોને

સ્વીકાર્યું છે.”

અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે,” ઈઝરાયલે સ્વીકાર્યું છે કે,

ઈરાનથી ઈઝરાયલી પ્રદેશ તરફ વધુ મિસાઈલ છોડવામાં આવી છે.” ઈઝરાયલ સંરક્ષણ દળો (આઈડીએફ) એ જણાવ્યું છે કે,”

હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ આ હુમલાઓને રોકવા માટે કામ કરી રહી છે.” દરમિયાન, ઈરાકી સશસ્ત્ર

જૂથ, સરાયા અવલિયા અલ-દામે કહ્યું કે,” તેણે છેલ્લા 24 કલાકમાં અમેરિકી

બેઝને નિશાન બનાવીને પાંચ હુમલા કર્યા છે.”

દરમિયાન, ઈરાકમાં ઈસ્લામિક રેઝિસ્ટન્સ ગ્રુપ (ઈરાન

સમર્થિત શિયા લશ્કરી જૂથોનું નેટવર્ક) એ કહ્યું કે,” તેના લડવૈયાઓએ છેલ્લા 24 કલાકમાં ઈરાકની

અંદર અને સમગ્ર પ્રદેશમાં, અમેરીકી બેઝને નિશાન બનાવીને 23 હુમલા કર્યા છે.”

ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,” 28 ફેબ્રુઆરીથી

અત્યાર સુધીમાં 600 થી વધુ શાળાઓ અને શૈક્ષણિક કેન્દ્રો યુએસ અને

ઇઝરાયલી હુમલાઓનો ભોગ બન્યા છે.” કુવૈતી સેનાએ જાહેરાત કરી હતી કે,” તે મિસાઇલ અને

ડ્રોન હુમલાનો જવાબ આપી રહી છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande