જામનગર શહેર અને જિલ્લામાં 10 સ્થળે જુગાર અંગે પોલીસના દરોડામાં 13 આરોપી ઝડપાયા
જામનગર, 30 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જુગાર સંબંધિત 10 દરોડા પાડ્યા હતાં. શહેરના કાલાવડ નાકા બહાર ઘોડીપાસનો જુગાર રમી રહેલાં બે શખ્સોને, પવનચક્કી વિસ્તારમાંથી એકીબેકીનો જુગાર રમી રહેલાં ત્રણ અને શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વર્લી
જુગાર


જામનગર, 30 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જુગાર સંબંધિત 10 દરોડા પાડ્યા હતાં. શહેરના કાલાવડ નાકા બહાર ઘોડીપાસનો જુગાર રમી રહેલાં બે શખ્સોને, પવનચક્કી વિસ્તારમાંથી એકીબેકીનો જુગાર રમી રહેલાં ત્રણ અને શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વર્લી મટકાના ચાર, જામજોધપુરમાંથી ત્રણ અને મેઘપર પોલીસે એક આરોપી સહિત કુલ 13 જુગારીઓને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સિટી એ ડિવિઝન પોલીસે શહેરના કાલાવડ નાકા બહાર મોટાપીર ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલાં યાસીનભાઇ કરીમભાઇ મેતર (ઉ.વ.55, રહે. મહારાજા સોસાયટી આરબ જમાતખાના સામે જામનગર), ગની ઇસ્માઇલભાઇ પતાશ (ઉ.વ.35, રહે. મોટાપીરનો ચોક અકબરશાની મસ્જીદ પાસે જામનગર) નામના બે શખ્સોને રૂા.11,430 ની રોકડ સાથે ઝડપી પાડ્યાં હતાં.

બીજા દરોડામાં શહેરના પવનચક્કી વિસ્તારમાં ભાનુશાળીવાડના ગેઇટ પાસે જાહેરમાં એકીબેકીનો જુગાર રમી રહેલાં નીલેશભાઇ મહેન્દ્રભાઇ ભદ્રા (ઉ.વ.30, રહે.વીશ્રામવાડી ડેલાની અંદર દિ પ્લોટ 54 જામનગર), તુષારભાઇ હરીશભાઇ નાખવા (ઉ.વ.38, રહે.કીશાનચોક બાવાવાડ જામનગર), વિજયભાઇ ભગવાનજીભાઇ જોઇસર (ઉ.વ.54, રહે.સોનીની વાડીની સામે રામનો ડેલો જામનગર) નામના ત્રણ શખ્સોને રૂા.1050 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

કાલાવડ નાકા બહાર જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમી રહેલાં ઇશાકભાઇ જુસબભાઇ મુલ્લા (ઉ.વ.44, રહે.સાધના કોલોની છેલ્લો ગેઇટ ગરબીચોક એલ-78 રૂમ નંબર 3565 જામનગર) નામના શખ્સને રૂા.150 ની રોકડ સાથે, શહેરની ઓશવાળ હોસ્પિટલ પાસેથી જાહેરમાં વર્લીનો જુગાર રમી રહેલાં સુનિલભાઇ ત્રીકમદાસ કેશવાણી (ઉ.વ.40, રહે.દિ પ્લોટ 64 બંસી ડેરીની બાજુમા જામનગર) નામના શખ્સને રૂા.100 ની રોકડ સાથે, દરબારગઢ સર્કલ બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં વર્લીમટકાન જુગાર રમી રહેલાં ભરતભાઇ મેરૂભાઇ મેરાણી (ઉ.વ.37, રહે.રામેશ્વર માટેલચોકથી આગળ શેરી નંબર 1 જામનગર) ને રૂા.180 ની રોકડ સાથે, સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાંથી બીરજુભાઇ રાજુભાઇ ડાભી (ઉ.વ.32, રહે.સુપરમાર્કટ ફુટપાથ ઉપર જામનગર)ને રૂા.150 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

જામજોધપુર પોલીસે શહેરમાંથી ભાવેશગિરી પ્રતાપગીરી ગૌસ્વામી (ઉ.વ.53, રહે.લીમડા ચોક તા.જામજોધપુર જી.જામનગર) ને રૂા.80 ની રોકડ સાથે તેમજ ધરાનગરમાં નદીના પટ પાસે જાહેરમાં (રવીભાઇ ધિરૂભાઇ ઝીઝુવાડીયા (ઉ.વ.32 રહે.ગાય સર્કલ પુલ પાસે જામજોધપુર તા.જામજોધપુર જી.જામનગર) ને રૂા.110 ની રોકડ સાથે, આ ઉપરાંત બાલવા ફાટક પાસેથી રાજેશભાઇ ઉર્ફે રાજુ માવજીભાઇ રાઠોડ (ઉ.વ.41, રહે.ઘાસના ગોડાઉન પાસે જામજોધપુર તા.જામજોધપુર જી.જામનગર) ને 110 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

જ્યારે મેઘપર પડાણા પોલીસે ખટિયા પાટિયાથી ગામ તરફ જતાં રસ્તે જાહેરમાં વર્લીના આંકડા પર જુગાર રમી રહેલાં સોમાભાઇ જેસંગભાઇ લાલવાણી (ઉ.વ.76, રહે.ખટીયા ગામ તા.લાલપુર જી.જામનગર) નામના વૃધ્ધને રૂા.240 ની રોકડ સાથે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તમામ શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande