
ભાવનગર, 30 એપ્રિલ (હિ.સ.) એ.પી.એમ.સી. મહુવાના ચેરમેન ગભરૂકામળીયા એ પત્રમાં જણાવ્યું છે કે દર વર્ષે ભારત સરકારનાં કૃષિ મંત્રાલય દ્રારા ટેકાનાં ભાવો (MSP)નકકી કરી મુખ્ય જણસીઓ જેવી કે, કપાસ, મગફળી, સોયાબીન, ચણા, તુવેર, જુવાર, ઘઉં, બાજરી વિગેરે જણસીઓની ખરીદી કરવામાં આવે છે. જે ખુબજ સરાહનીય બાબત છે. સરકારની આ યોજનાથી ખેડુતોને ફાયદો થતો પણ જોવા મળી રહેલ છે.
આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. તેથી ખેડુતો આર્થિક રીતે સધ્ધર બને અને ખેડુતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્રારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. પરંતુ ખેડુતો ખેતી કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ જેવી કે, ખેત મજુરી ખર્ચમાં દર સાલ તોતીંગ વધારો, દવા—ખાતર–બીયારણમાં દર સાલ અનેકગણો વધારો, ડીઝલનાં ભાવોમાં વધારો તેમજ કુદરતી માવઠાઓનાં મારને કારણે તૈયાર માલ ગુમાવવાનો વારો પણ આવે છે. અને ખેત ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે. તેવા સંજોગોમાં ખેડુતોની પડતર કિંમત દર સાલ ખુબ ઉંચી થતી જાય છે. તેની સામે ટેકાનાં ભાવમાં દર સાલ સામાન્ય વધારો કરવામાં આવે છે.
આથી આપને ખેડુતો વતી અમારી વિનંતી છે કે, આવતી સાલ માટેનાં દરેક જણસીઓનાં ટેકાનાં ભાવો (MSP) નકકી કરવામાં આવે તેમાં ખેડુતોને પોતાની જણસીનાં પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ચાલ વર્ષનાં ભાવોમાં મીનીમમ 10 થી 12 % નો વધારો કરવામાં આવે તો ખેડુતો ખેતીથી વિમુખ ન થાય અને આપણો દેશ કૃષિ પ્રધાન છે તે જળવાઈ રહેશે. અન્યથા ખેડુતો ખેતીમાં અનેક સમસ્યાઓને કારણે ખેતીથી વિમુખ થઈ રહેલ છે. તે ન થાય અને દેશની ખોરાકની તમામ જરૂરીયાતો પુરી પાડવા જણસીઓ ઉત્પન્ન કરતા રહે તે માટે આ બાબતને ખાસ ધ્યાને લઈ કમીટીને ભલામણ થવા યોગ્ય કરશો તેવી ફરીવાર વિનંતી સહ :
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT