પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા વિજયઉત્સવ યોજાયો.
પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા પોરબંદર જિલ્લામા મનપા, જીલ્લા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણ તાલુકા પંચાયતમા ભાજપની જવંલત વિજય થતા સંગીત સંધ્યાના સથવારે વિજયોત્સવ મનાવામા આવ્યો હતો તાજાવાલા વંડી ખાતે આયોજીત આ કાર્યક્રમમા
પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા વિજયઉત્સવ યોજાયો.


પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા વિજયઉત્સવ યોજાયો.


પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા વિજયઉત્સવ યોજાયો.


પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા પોરબંદર જિલ્લામા મનપા, જીલ્લા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણ તાલુકા પંચાયતમા ભાજપની જવંલત વિજય થતા સંગીત સંધ્યાના સથવારે વિજયોત્સવ મનાવામા આવ્યો હતો તાજાવાલા વંડી ખાતે આયોજીત આ કાર્યક્રમમા પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવિણભાઇ ખોરાવા,પ્રવિણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગઠીયા તેમજ આગેવાન રામદેભાઈ મોઢવાડીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્રારા મનપાના ચુંટાયેલા ભાજપના પ્રતિનિધિઓને મોમેન્ટો આપી સન્માનીત કરવામા આવ્યા હતા જયારે તેમજ જીલ્લા અને તાલુકાના ચુંટાયેલ પ્રતિનિધિઓનુ અભિવાદન કરવામા આવ્યુ હતુ આ તકે જીલ્લા ભાજપના મહિલા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીએ જણાવ્યુ હતુ કે આ ભાજપની નહિં પોરબંદર જીલ્લાની જનતાની જીત છે તો રામદેભાઇ મોઢવાડીયાએ એજુ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમા પોરબંદર શહેરની પ્રથમિક સુવિધાને લગતા પ્રશ્નોનુ ત્વરીત નિરકારણ લાવામા આવશે તો જીલ્લા ભાજપના મહામંત્રી પ્રવિણભાઈ ખોરાવાએ એવુ જણાવ્યુ હતુ કે પોરબંદરની જનતા માટે ચુંટાયેલા પ્રતિનિધિઓ સમાયંતરે લોકદરબાર યોજી અને પ્રજાના પ્રશ્નોનુ વહેલી તકે નિરકારણ થાય તે દિશામા પ્રયાસો કરશે આ તકે પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી એ પ્રમુખપદેની જવાબદારી સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થતા તેમનુ વિશેષ સન્માન કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમમા ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ શહેરના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા ઉત્સાહ સાથે ભાજપ દ્રારા વિજયોત્સવ મનાવામા આવ્યો હતો સંગીત સંધ્યામા પોરબંદરના જાણીતા સિંગરોએ દેશ ભકિતના ગીતો રજુ કરી અને વિજયોત્સવને વધુ રળીયામણો બનાવામા આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande