ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એએમએ દ્રારા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડોક્યુમેન્ટરી 'ચારણ-અત્વ'ના સ્ક્રિનિંગનું આયોજન
અમદાવાદ, 30 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના ''રૂપા અને આનંદ પંડિત – એએમએ સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ'' હેઠળ, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડોક્યુમેન્ટરી ચારણ-અત્વ: ધ એસેન્સ ઓફ બીઇ
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એએમએ દ્રારા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડોક્યુમેન્ટરી 'ચારણ-અત્વ'ના સ્ક્રિનિંગનું આયોજન


અમદાવાદ, 30 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના 'રૂપા અને આનંદ પંડિત – એએમએ સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ' હેઠળ, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડોક્યુમેન્ટરી ચારણ-અત્વ: ધ એસેન્સ ઓફ બીઇંગ અ નોમેડનું ખાસ સ્ક્રિનિંગ અને પેનલ ડિસ્કશનનું આયોજન શુક્રવાર,1 મે ના રોજ સાંજે એએમએ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે.

ચારણ-અત્વ ફિલ્મ ચારણ સમુદાયની ગહન સાંસ્કૃતિક ઓળખ અને વિચરતી જીવનશૈલીનું નિરૂપણ કરે છે. અંગ્રેજી સબટાઈટલ અને કોમેન્ટરી સાથે ગુજરાતીમાં રજૂ કરવામાં આવેલી આ ડોક્યુમેન્ટરીએ વારસાના અધિકૃત ચિત્રણ અને ધ એસેન્સ ઓફ બીઇંગ અ નોમેડ માટે રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી છે.

સ્ક્રિનિંગ બાદ ફિલ્મ પાછળની સર્જનાત્મક ટીમ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે, જેમાં મહાનુભાવો દીનાઝ કલવાચવાલા (નિર્દેશક અને લેખક); અમિત ભાવસાર (નિર્માતા અને સંગીત નિર્દેશક); અને રવજી સોંદરવા (સિનેમેટોગ્રાફર) આ પેનલ ડિસ્કશનને સંબોધશે.

આ કાર્યક્રમનું સંચાલન ભાર્ગવ ઠક્કર (નિર્દેશક, નિર્માતા અને થિયેટર એજ્યુકેટર; ભૂતપૂર્વ સિનિયર પ્રોડ્યુસર, ઈસરો) દ્રારા કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણના ટેકનિકલ અને કથાત્મક પડકારો તેમજ મૌખિક ઇતિહાસના જાળવણી વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande