સુરતના ડિંડોલીમાં ચિકનના વેપારીએ મારમારી 60 હજારની લૂંટ
સુરત, 30 એપ્રિલ (હિ.સ.)-શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતો અને ચિકનની લારી ચલાવતા યુવકએ ગતરોજ સાંજના સમયે ડીંડોલી સાઈ પોઇન્ટ પાસે પોતાની લારી પર હાજર હતો ત્યારે ડીંડોલી વિસ્તારમાં જ રહેતા એક યુવક તેની પાસે આવ્યો હતો અને પીઠ ઉપર લોખંડના સળિયા વડે હુમલો
સુરતના ડિંડોલીમાં ચિકનના વેપારીએ મારમારી 60 હજારની લૂંટ


સુરત, 30 એપ્રિલ (હિ.સ.)-શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતો અને ચિકનની લારી ચલાવતા યુવકએ ગતરોજ સાંજના સમયે ડીંડોલી સાઈ પોઇન્ટ પાસે પોતાની લારી પર હાજર હતો ત્યારે ડીંડોલી વિસ્તારમાં જ રહેતા એક યુવક તેની પાસે આવ્યો હતો અને પીઠ ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરી માર મારી ગરદન પર ચપ્પુ મૂકી તેમના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 5000 તથા મોબાઈલ અને બાઇક મળી રૂપિયા 60,000 ની લૂંટ કરી પલાયન થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના વતની અને હાલમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસ ખાતે રહેતો અબ્દુલહમીદ ઉર્ફે સુલતાન અમાનઉલ્લા શાહ (ફકીર) ચિકન વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં સાંઈ પોઈન્ટથી સુમુખ સર્કલ તરફ જતા રોડ ઉપર પ્રિયંકા ટાઉનશીપ સોસાયટી વિભાગ બેના ગેટ પાસે અબ્દુલ હમીદ ઉર્ફે સુલતાન ચિકન નો ટેબલ લગાવી વેચાણ કરે છે. ગત તારીખ 28/4/2026 ના રોજ સાંજે 6:45 વાગ્યાના અરસામાં તે ધંધાની જગ્યા પર હાજર હતો ત્યારે ડીંડોલી ખરવાસા રોડ પર જલારામ નગર સોસાયટીમાં રહેતો વિશાલ ઉર્ફે માંજરો કુમાવત તેમની પાસે આવ્યો હતો અને તેમણે અબ્દુલ હમીદ સુલતાનને પીઠ ઉપર લોખંડના સળિયા વડે માર મારી હુમલો કરી તેમની પાસે રહેલું ચપ્પુ કાઢી અબ્દુલ હમીદ ઉર્ફે સુલતાનના ગળા પર મૂકી દીધું હતું અને જબરદસ્તીથી તેમના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 5000 તથા અન્ય એક મોબાઇલ રૂપિયા 5000 અને બાઈક રૂપિયા 50,000 કિંમતની ચોરી કરી લૂંટ કરી પલાન થઈ ગયો હતો. જેથી બનાવને પગલે અબ્દુલ હમીદ ની ફરિયાદને આધારે પોલીસે વિશાલ ઉર્ફે માજરો સામે લૂંટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande