
જામનગર, 30 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની 2026ની ચુંટણીમાં ભાજપાના 30 મહિલા અને 30 પુરુષ કોર્પોરેટરો ચુંટાયા છે. મેયર પદ આગામી અઢી વર્ષ માટે સામાન્ય મહિલા અનામત છે, ત્યારે અગામી દિવસોમાં મેયર કોણ બનશે? તેની અટકળો શરુ થવા લાગી છે. ભાજપાના નવોદિતો તેમજ બીજી વખત ચુંટાયેલા મહિલા ઉમેદવારોના નામ ચર્ચામાં આવ્યા છે. આગામી સપ્તાહમાં ભાજપની નેતાગીરી પદાધિકારીઓની પસંદગી સંદર્ભે સેન્સની પ્રક્રિયા હાથ ધરશે.
જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકોની યોજાયેલી ચુંટણીમાં 15 વોર્ડમાં ભાજપાની ક. પેનલોમાં 30 મહિલા અને 30 પુરુષ ઉમેદવારો જીત્યા છે. માત્ર એક વોર્ડ 7. 1 નંબર-12માં 75 અડધી-અડધી પેનલો એટલે કે બે-બે છમદા પુરુષ-મહિલા ઉમેદવારો ચુંટાયા છે. ભાજપાના પ્રથમ મેયર સરલાબેન ત્રિવેદી 1996માં ચુંટાયા હતા. પરંતુ વચ્ચે 1999માં મેયર પદે કોને બેસાડવા, તે મુદ્દે મતભેદોના કારણે કોંગ્રેસ-આપની ભાજપાના ચુંટાયેલા બાગી સભ્યોએ વિપક્ષના ટેકાથી મેયર પદ છીનવી લીધું હતું.
ભાજપના બદલે વિપક્ષી ટેકાથી બળવાખોરોની એક વર્ષ સત્તા રહી હતી. જેમાં મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા પક્ષ સામે બળવો કરીને મેયર વયા હતા. આમ ભાજપની સત્તા મેળવવાની શૃંખલા તુટી હતી. પરંતુ વાર પછી 2000ની સાલથી ભાજપાની અવિરત રહેલી 26 વર્ષની સત્તામાં રોટેશન મુજબ જયશ્રીબેન જાની (વર્ષ 2000 થી 2003), અમીબેન પરિખ (2012થી 2013), પ્રતિભાબેન કનખરા (2015થી 2018), વર્તમાન શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી (2021થી 2023) સુધી મેયર રહી ચુક્યા છે. હવે જે આવશે, તે ભાજપાના છઠ્ઠા મહિલા મેયર બનવા પામશે.
હવે છઠ્ઠા મેયર કોણ? તેનો જવાબ આગામી દિવસોમાં સામે આવશે. કારણ કે, પક્ષ દ્વારા આ પદ આપવા માટે જ્ઞાતિ-વિસ્તાર જેવા મુદ્દાઓના સમીકરણો ધ્યાને લેવામાં આવતા હોય છે. આ વખતે ચુંટાયેલા 30 મહિલા સભ્યોમાંથી કોણ મેયર બનશે ? તે અટકળોનો વિષય બન્યો છે. ભાજપા દ્વારા મેયર, ડે. મેયર, ચેરમેન, શાસક જુથના નેતા તથા દંડક પદ અને સ્ટે. કમિટીના સભ્યોના નામો અંગે દર વખતે છેક સુધી સસ્પેન્સ જાળવી રાખવામાં આવે છે. આ પરંપરા દોહરાશે, તે નિશ્વિત છે.
જામનગર મહાનગરપાલિકામાં વર્ષ 1995માં ભાજપામાં પ્રથમ વખત સત્તા મેળવી હતી, ત્યારે ડો.અવિનાશ ભટ્ટ ભાજપાના પ્રથમ મેયર બન્યા હતા. તે બાદ સરલાબેન ત્રિવેદી, રાજુભાઈ શેઠ, હસમુખભાઈ જેઠવા મેયર બન્યા પછી બળવાખોર સત્તામાં આવેલા. ત્યાર પછી 2000ની સાલથી ભાજપાના સળંગ મેયરો આવ્યા છે. જેમાં જયશ્રીબેન જાની, ગૌતમભાઈ તાળા, મનહરભાઈ ઝાલા, કનકસિંહ જાડેજા, અમિબેન પરિખ, દિનેશભાઈ પટેલ, પ્રતિભાબેન કનખરા અને હસમુખભાઈ જેઠવા અને ર0ર1થી ર0રપમાં બીનાબેન કોઠારી અને વિનોદભાઈ ખીમસુર્યા મેયર પદે રહી ચુક્યા છે.
હવે જે આવશે, તે ભાજપાના પંદરમા મેયર બનશે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના પદ માટે ભાજપના નિરિક્ષકો ત્રણેક દિવસ બાદ અને સંભવત નવા સપ્તાહના પ્રારંભે જામનગરમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરશે તેમ જાણવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt