ભરૂચ સાયખા ટી વેન્ચર કેમિકલ કંપનીમાં ભીષણ આગ  સદનસીબે મોટી જાનહાનિ ટળી
ભરૂચ, 30 એપ્રિલ (હિ.સ.) ભરૂચ જિલ્લામાં આવેલી એક ઔદ્યોગિક કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગ અને કંપનીના સુરક્ષા તંત્રની સમયસૂચકતાને કારણે આગને મેઈન પ્લાન્ટ સુધી પહોંચતી અટકાવી લેવામાં આવતા એક મ
ભરૂચ સાયખા ટી વેન્ચર કેમિકલ કંપનીમાં ભીષણ આગ  સદનસીબે મોટી જાનહાનિ ટળી


ભરૂચ સાયખા ટી વેન્ચર કેમિકલ કંપનીમાં ભીષણ આગ  સદનસીબે મોટી જાનહાનિ ટળી


ભરૂચ સાયખા ટી વેન્ચર કેમિકલ કંપનીમાં ભીષણ આગ  સદનસીબે મોટી જાનહાનિ ટળી


ભરૂચ, 30 એપ્રિલ (હિ.સ.) ભરૂચ જિલ્લામાં આવેલી એક ઔદ્યોગિક કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગ અને કંપનીના સુરક્ષા તંત્રની સમયસૂચકતાને કારણે આગને મેઈન પ્લાન્ટ સુધી પહોંચતી અટકાવી લેવામાં આવતા એક મોટી હોનારત ટળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાગરાના સાયખા જીઆઈડીસીમાં આવેલી ટી વેન્ચર કંપનીના એક હિસ્સામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ જોતજોતામાં પ્રસરી ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સૌથી રાહતની વાત એ રહી કે આગ કંપનીના મેઈન પ્લાન્ટ કે મુખ્ય ઉત્પાદન યુનિટ સુધી પહોંચી શકી ન હતી. જો આગ ત્યાં સુધી પ્રસરી હોત તો કેમિકલના કારણે મોટો વિસ્ફોટ કે ગંભીર જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. તંત્ર દ્વારા લેવાયેલા ત્વરિત પગલાંને કારણે આ સંભવિત ખતરો ટળી ગયો હતો.

સદનસીબે, આ સમગ્ર અગ્નિકાંડમાં કોઈ પણ શ્રમિક કે કર્મચારીને ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના સમયે હાજર તમામ સ્ટાફ સુરક્ષિત હોવાનું કંપની પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં કંપની પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ હવે કંપનીમાં થયેલા આર્થિક નુકસાનીનો આંકડો મેળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામી જવાબદાર છે કે કેમ તે દિશામાં એફએસએલ (FSL)ની મદદ પણ લેવામાં આવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande