એચયુએલ નો ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 21 ટકા વધીને 2,994 કરોડ રૂપિયા
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). રોજિંદા વપરાશની ઘરગથ્થુ વસ્તુઓ (એફએમસીજી) બનાવતી દેશની સૌથી મોટી કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ) એ, નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં એ
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ લોગો


નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). રોજિંદા વપરાશની ઘરગથ્થુ વસ્તુઓ (એફએમસીજી) બનાવતી દેશની સૌથી મોટી કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ) એ, નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં એચયુએલનો સંકલિત ચોખ્ખો નફો 21 ટકા વધીને 2,994 કરોડ રૂપિયા રહ્યો હતો. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 2,475 કરોડ રૂપિયા હતો.

એચયુએલ એ ગુરુવારે આવકની વિગતો આપતા જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ઉત્પાદનોના વેચાણમાંથી પ્રાપ્ત મહેસૂલ 8.13 ટકા વધીને 16,172 કરોડ રૂપિયા રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ 7.2 ટકા વધીને 16,615 કરોડ રૂપિયા થયો છે. તે જ સમયે, કંપનીની અન્ય આવક સહિતની કુલ આવક 5.01 ટકા વધીને 16,580 કરોડ રૂપિયા રહી છે, જે 12 ત્રિમાસિક ગાળામાં તેની સૌથી ઝડપી વૃદ્ધિ છે.

એચયુએલ એ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 માટે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનો ચોખ્ખો નફો 15,059 કરોડ રૂપિયા રહ્યો છે, જેમાં ‘ન્યુટ્રિશનલ લેબ’ ના વિનિવેશથી મદદ મળી છે. આ દરમિયાન કંપનીની કુલ આવક 4.6 ટકા વધીને 65,219 કરોડ રૂપિયા થઈ છે.

કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર પ્રિયા નાયરે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 માં સાનુકૂળ વ્યાપક આર્થિક નીતિઓને કારણે માંગનું વાતાવરણ સારું રહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કંપનીએ વૃદ્ધિને વેગ આપવા માટે વિભાગોને મજબૂત કરવા, રોકાણ વધારવા, માંગ નિર્માણ ક્ષમતાઓને સુદ્રઢ કરવા અને સંગઠનને સરળ બનાવવા જેવા પગલાં લીધાં છે.

નાયરે જણાવ્યું હતું કે, વધતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે કોમોડિટીઝ અને ચલણમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. તેમણે કહ્યું, અમે શિસ્તબદ્ધ બચત, મજબૂત સપ્લાય ચેઈન અને સંતુલિત કિંમત નિર્ધારણ દ્વારા આ પડકારોનો સામનો કરી રહ્યા છીએ. નાયરે વધુમાં ઉમેર્યું કે, ભવિષ્યમાં અમારી મજબૂત બ્રાન્ડ સ્થિતિ, નાણાકીય આધાર અને કાર્યકારી કાર્યક્ષમતા આપણને આ અસ્થિર વાતાવરણમાં આગળ વધવામાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ભારતની સૌથી મોટી એફએમસીજી કંપની છે. તે 90 વર્ષથી વધુ સમયથી ભારતીય ગ્રાહકોની સેવા કરી રહી છે. આ કંપની દેશના 10 માંથી 9 ઘરો સુધી તેની ઓછામાં ઓછી એક અથવા વધુ બ્રાન્ડ પહોંચાડે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande