તળાજામાં ભયાનક અકસ્માત: પાર્ક બસમાં બાઈક ઘૂસતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ભાવનગર,30 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તળાજા શહેરમાં આશાપુરા હોટલ પાસે પાર્ક કરેલી બસમાં અચાનક એક બાઈક ઘૂસી જતા ગંભીર
ભાવનગર


ભાવનગર,30 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તળાજા શહેરમાં આશાપુરા હોટલ પાસે પાર્ક કરેલી બસમાં અચાનક એક બાઈક ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક સવાર વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતકની ઓળખ જુના શોભાવડ ગામના રહેવાસી ચિમનભાઈ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સીધી બસના આગળના ભાગે જઈ અથડાઈ હતી, જેના કારણે બાઈકનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અકસ્માત અચાનક બન્યો હતો અને ઘટનાના બાદ આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહને કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ અકસ્માત કેવી રીતે બન્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઝડપ અથવા નિયંત્રણ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. સ્થાનિક લોકો દ્વારા રસ્તા પર સાવચેતીપૂર્વક વાહન હંકાવવાની અપીલ કરવામાં આવી રહી છે, જેથી આવી દુર્ઘટનાઓને ટાળી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande