
દહેરાદૂન, નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે, ગુરુવારે કેદારનાથ ધામ પહોંચીને બાબા કેદારના દર્શન કર્યા અને ત્યાં વિશેષ પૂજા-અર્ચના કરી. તેમણે યાત્રા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી. કૈલાશ ખેરે ધામમાં પોતાનું લોકપ્રિય ભક્તિ ગીત ‘જય જય કેદારા’ પ્રસ્તુત કરીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું, જે સાંભળીને શ્રદ્ધાળુઓ પણ ભાવવિભોર થઈ ગયા.
દેશના પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર, મંદિર પરિસરમાં પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર, કેદાર સભાના સભ્યો તથા મંદિર સમિતિના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું. ખેરે બાબા કેદારના દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી. આ પ્રસંગે ખેરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના નેતૃત્વમાં કેદારનાથ ધામની વ્યવસ્થાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમણે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, તીર્થ પુરોહિતો, મંદિર સમિતિ, કેદાર સભાના સભ્યો સાથે મુલાકાત કરી યાત્રા વ્યવસ્થાઓની જાણકારી લીધી. ખેરે યાત્રા માટેની વ્યવસ્થાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોવા છતાં વ્યવસ્થા જાળવી રાખવી તે પ્રશંસનીય છે.
કૈલાશ ખેરે ઉચ્ચ હિમાલયી ક્ષેત્રની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ શ્રદ્ધાળુઓની સુગમ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા બદલ વહીવટી તંત્ર અને પોલીસની તત્પરતાની પ્રશંસા કરી. તેમણે જિલ્લા કલેક્ટર વિશાલ મિશ્રા સહિત જિલ્લાની સમગ્ર વહીવટી ટીમની પ્રશંસા કરતા કહ્યું કે, તમામ વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, બાબા કેદારની નગરીમાં પહોંચીને મનને અદભૂત શાંતિ અને ઉર્જા મળે છે. કૈલાશ ખેર ધામ પહોંચતા શ્રદ્ધાળુઓ પણ ઉત્સાહિત દેખાયા. કૈલાશ ખેરે પોતાનું લોકપ્રિય ભક્તિ ગીત ‘જય જય કેદારા’ પ્રસ્તુત કરી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું અને શ્રદ્ધાળુઓને પણ ભાવવિભોર કરી દીધા.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વિનોદ પોખરિયાલ / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ