
જૂનાગઢ, 30 એપ્રિલ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૨૬ અરજીનો સ્થળ પર જ સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના ગ્રામ્ય અને ખેતરને લગતા રોડ રસ્તા ને લગત દબાણો હટાવવા અને રસ્તાની મરામત કરવા, પ્રમોલગેશનની ક્ષતિ સુધારવા, વીજ કનેક્શન રદ કરવા, વીજ પાોલ દૂર કરવા, જમીન માપણી ફેર કરવી, નદી અને હોકળા ઊંડા કરવા,પ્રોપર્ટીકાર્ડ જેવા પ્રશ્નોનોનુ નિવારણ લાવવા જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓ સાથે અરજદારની હાજરીમા વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવ્યું હતું.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરએ સંબંધિત અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શક સૂચનો આપતા જણાવ્યું હતું કે ફરિયાદો નું સમય મર્યાદામાં નિકાલ લાવી શકાય તે માટે જે તે સ્થળ પર રૂબરૂ જઈ ડીઝીટલ માધ્યમો અને સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ એપ્લીકેશન તથા વેબસાઈટનો ઉપયોગ કરવા જણાવ્યુ હતું. તેમજ રસ્તાના મરામત બાબતે પ્રિ-મોન્સુન કામગીરીને ધ્યાનમાં લઈ જરૂરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યુ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ