
જુનાગઢ, 30 એપ્રિલ (હિ.સ.) : વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતગર્ત બીઆરસી યુનિટ ધરાવતા ખેડૂતોની તાલીમ યોજાઈ હતી.
આ તાલીમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડૉ.વી.પી.ચોવટિયા ની પ્રેરણાથી સંશોધન નિયામક ડૉ.એ.જી.પાનસુરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ તકે સંશોધન નિયામક ડૉ.એ.જી.પાનસુરીયા એ અધ્યક્ષીય પ્રવચનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. અને ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી.
વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. બી. જાદવે પોતાના પ્રવચનમાં પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતુ. અને ખેડૂતોને આ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે સક્રિય ભૂમિકા નિભાવવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક (વિ) રાજકોટ, જી.એસ.દવે, સંયુક્ત ખેતી નિયામક (વિ) જૂનાગઢ એસ. એમ. ગધેસરીયા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. સી. છોડવડીયા, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢ ડી.જી.રાઠોડ , અને પ્રોફેસર, કૃષિ વિજ્ઞાન વિભાગ ડૉ. પી.જે.ગોહિલ તથા અન્ય વૈજ્ઞાનિકઓ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તાલીમમાં કુલ ૧૫૫ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ