મગફળી અને સોયાબીનના બિયારણ પર સહાય મેળવવા માટે 1 મે થી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે
જુનાગઢ, 30 એપ્રિલ (હિ.સ.) : મગફળી અને સોયાબીન પાકનું વાવેતર કરતા ખેડૂતોને માટે નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ (NMEO-Oilseed) યોજના અંતર્ગત પ્રમાણીત બીજ વિતરણ ઘટકમાં ખેડૂતોને મગફળી અને સોયાબીન પાકનું બીયરણ રાહત દરે આપવા બાબતે પ્રમાણીત બીજ વિતરણ ઘ
મગફળી અને સોયાબીનના બિયારણ પર સહાય મેળવવા માટે 1 મે થી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે


જુનાગઢ, 30 એપ્રિલ (હિ.સ.) : મગફળી અને સોયાબીન પાકનું વાવેતર કરતા ખેડૂતોને માટે નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ (NMEO-Oilseed) યોજના અંતર્ગત પ્રમાણીત બીજ વિતરણ ઘટકમાં ખેડૂતોને મગફળી અને સોયાબીન પાકનું બીયરણ રાહત દરે આપવા બાબતે પ્રમાણીત બીજ વિતરણ ઘટકમાં વર્ષ – ૨૦૨૬ -૨૭ માટે ખેડુત લાભાર્થીની પસંદગી માટે આઇ ખેડુત ૨.૦ પોર્ટલ પર તા. ૦૧/૦૫/૨૦૨૬ થી દિન – ૧૦ માટે ઓન લાઇન અરજીઓ મેળવી ડ્રો કરી અગ્રતા યાદી તૈયાર કરી ખેડુત લાભાર્થી પસંદ કરવાનું નિયત કરેલ છે. જે ધ્યાને લઇ વધુમાં વધુ ખેડૂતો આ યોજનામાં લાભ લેવા અરજી કરે તે બાબતે ખેતીવાડી ખાતા તરફથી અનુરોધ કરવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande