
કલબુર્ગી, નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.): કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, તમિલનાડુ અને કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ઇન્ડી ગઠબંધન જીત મેળવશે. આસામમાં એક્ઝિટ પોલમાં અમને ઓછી બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, પરંતુ અમે તેનાથી વધુ બેઠકો જીતીશું.
કોંગ્રેસ નેતા ખડગે અહીં કલબુરગીમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો અંગે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિ પર ટિપ્પણી કરતા ખરગેએ કહ્યું કે ત્યાં તૃણમૂલ કોંગ્રેસ આગળ રહેવાની શક્યતા છે. એનડીએ પક્ષોએ ટીએમસીને જોરદાર ટક્કર આપી છે, જ્યારે કોંગ્રેસ આ વખતે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ અને ટીએમસી બંને જીતનો દાવો કરી રહ્યા છે. બે દિવસ રાહ જુઓ, ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. સંપૂર્ણ પરિણામો આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને સમર્થન આપવા અંગે ચર્ચા કરીશું.
કર્ણાટકની રાજનીતિમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો સંબંધિત સવાલ પર ખડગેએ કહ્યું કે, આ મુદ્દો જલ્દી જ ઉકેલી લેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કેટલાક લોકો મને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી રહ્યા છે, તે તેમનો વ્યક્તિગત વિચાર છે, પરંતુ પાર્ટીના નિર્ણયો હાઈકમાન્ડ લે છે. અમે વિચારધારાના આધારે કામ કરીએ છીએ. ખડગેએ એમ પણ કહ્યું કે, પાર્ટીના નિર્ણયોમાં સોનિયા ગાંધીની ભૂમિકા મહત્વની હોય છે અને જરૂર પડ્યે રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી છે, તેથી નેતૃત્વ પરિવર્તનનો કોઈ પ્રશ્ન જ નથી. ભવિષ્યમાં આવી સ્થિતિ આવશે તો સૌ સાથે મળીને નિર્ણય લેશે. હજુ સમય છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ