પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવમાં ઉછાળો, ખેડૂતોમાં ખુશીની લહેર
ભાવનગર, 30 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં આજે લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આજના હરાજી દિવસે લીંબુના ભાવ પ્રતિ મણ 2,000 રૂપિયા થી લઈને 2,400 રૂપિયા સુધી નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી લીંબુના ભાવમાં
લીંબુ


ભાવનગર, 30 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં આજે લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આજના હરાજી દિવસે લીંબુના ભાવ પ્રતિ મણ 2,000 રૂપિયા થી લઈને 2,400 રૂપિયા સુધી નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી લીંબુના ભાવમાં સતત ચઢાવ-ઉતાર જોવા મળતો હતો, પરંતુ આજના વધેલા ભાવને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લીંબુની માંગમાં વધારો થતો હોય છે, જેના કારણે બજારમાં ભાવ ઊંચા રહેતા હોય છે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો લીંબુ લઈને આવ્યા હતા અને વેપારીઓ વચ્ચે સ્પર્ધાત્મક બોલી થતા સારા ભાવ મળ્યા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષે ઉત્પાદન થોડું ઓછું હોવાથી પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે.

લીંબુના આ વધેલા ભાવથી ખેડૂતોને આર્થિક રીતે રાહત મળી છે. ખેતીના વધતા ખર્ચ અને અનિશ્ચિત વાતાવરણ વચ્ચે જો ખેડૂતોને પાકના સારા ભાવ મળે તો તેમની મહેનતનું ફળ મળે છે. પાલીતાણા વિસ્તારના અનેક ગામોના ખેડૂતો માટે લીંબુ મુખ્ય આવકનો સ્ત્રોત બની રહ્યો છે, જેથી આજના ભાવ તેમને પ્રોત્સાહન આપનારા સાબિત થયા છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ લીંબુની માંગ યથાવત રહેશે તો ભાવમાં સ્થિરતા અથવા વધુ વધારો પણ જોવા મળી શકે છે. હાલમાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે અને સારા ભાવ મળતા તેઓ ખેતીમાં વધુ રોકાણ કરવા માટે પ્રેરાઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande