શારીરિક ગુનાઓના આરોપી જંતી પરમાર પર પાસા, અમરેલી LCB દ્વારા સુરત જેલમાં ખસેડાયો
અમરેલી, 30 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી જંતી પરમાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી એલસીબી (Local Crime Branch) પોલીસે આરોપી સામે PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ કાર્યવાહી
શારીરિક ગુનાઓના આરોપી જંતી પરમાર પર PASA, અમરેલી LCB દ્વારા સુરત જેલમાં ખસેડાયો


અમરેલી, 30 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી જંતી પરમાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી એલસીબી (Local Crime Branch) પોલીસે આરોપી સામે PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ કાર્યવાહી કરી તેને જેલમાં ખસેડ્યો છે.

પોલીસ સૂત્રો મુજબ, જંતી પરમાર સામે અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તેની પ્રવૃત્તિઓને કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાતું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કડક પગલું ભર્યું છે.

કારરવાઈ બાદ આરોપીને સુરત ખાતે આવેલી જેલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને કાયદાકીય પ્રક્રિયા હેઠળ રાખવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદો હાથમાં લેતા તત્વોને બરાબર પાઠ ભણાવવામાં આવશે.

આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે. પોલીસ દ્વારા જાહેરમાં અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક માહિતી આપવી, જેથી સમયસર પગલાં લઈ શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande